Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

સુરતના ભાગળ ચાર રસ્તાની મુખ્ય મટકી બાળગોપાલ મિત્રમંડળ કરશે:મહિલાઓની મટકી જયભવાની ગોવિંદ મંડળની બહેનો ફોડશે

સંયોજક તરીકે જયકિશન ઓફ ગ્રુપ અને 25 વર્ષ જુના જયપ્રકાશ સ્પોર્ટ્સનું નામ ડ્રોમાં ખુલ્યું

સુરત :શહેરમાં જન્માષ્ટમીના ઉત્સવ તડામાર તૈયારીઓ થઇ રહી છે શહેરના ભાગળ ચાર રસ્તા ખાતેની મટકી ફોડનો માહોલ અદ્દભુત હોય છે આ મટકી ફોડના કાર્યક્રમ માટે દર વર્ષે ડ્રો યોજાય છે શહેરના ગોવિંદા મંડળ માટેના યોજાયેલા ડ્રોમાં ભાગળ ચારરસતાની મુખ્ય મટકી ફોડવાનો કાર્યક્રમ આ વર્ષે શ્રી બાળગોપાળ મિત્ર કરશે.જયારે સંયોજક તરીકે જયકિશન ઓફ ગ્રુપ અને 25 વર્ષ જુના જયપ્રકાશ સ્પોર્ટ્સનું નામ ડ્રો માં ખુલ્યું હતું.

  મહિલાઓની મટકી જયભવાની ગોવિદ મંડળની મહિલાઓ દ્વારા ફોડાશે. આગામી 24મી ઓગષ્ટના રોજ જનમાષ્ટમીનો ઉત્સવ હોઈ શહેરીજનો નટખટ કાનુડાના જન્મને પણ ધામધૂમ પૂર્વક ઉજવતા હોઈ છે ત્યરે યોજવામાં આવતા મટકીફોડના કાર્યક્રમનો ડ્રો યોજવામાં આવ્યો હતો જેમાં શહેરના 127 ગોવિદા મંડળો માટે ડ્રો યોજવામાં આવ્યો હતો જેમાં ભાગળ ચારરસ્તાની મુખ્ય મટકી ફોડવાનો લ્હાવો આ વર્ષે બાળગોપાળ મિત્ર મંડળને ફાળે ગયો હતો

 આ અંગે ગોવિદા ઉત્સવ સમિતિના ગણેશ ભાઈ સાવંતે જણવ્યું હતું કે સુરત શહેરમાં ગોવિદાઓની સંખ્યા 6 હજાર કરતા વધુ છે તો તેની સામે મટકી પણ તેટલીજ લાગતી હોઈ છે.જેનામાટે દરવર્ષે ડ્રો યોજવામાં આવતો હોઈ છે.આ ડ્રોમાં સંયોજક તરીકે 25 વર્ષ જુના જયપ્રકાશ સ્પોર્ટ્સનું નામ ખુલ્યું છે

 અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં મહિલા ગોવિંદાઓ ના ફક્ત ચાર જેટલા મંડળ છે જેમાં મહિલા મંડળ દ્વારા પણ ભાગળ ખાતેની મટકી ફોડવામાં આવે છે.આ વર્ષે જય ભવાની મહિલા મંડળનું નામ ડ્રો માં ખુલ્યું હતું.મટકી ફોડ માટે યોજાયેલા ડ્રોમાં સાંસદ સી.આર.પાટીલ,છોટુ ભાઈ પાટીલ,ગોવિદા ઉત્સવ સમિતિના હોદેદારો સાથે ગોવિદા મંડળોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. 

(7:16 pm IST)