Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો ;સપાટી 111,98 મીટરે પહોંચી

આવક વધીને સીધી 1,93 લાખ ક્યુસેક થઇ :છેલ્લા 12 કલાકમાં સપાટી 2 ફૂટ વધી

નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો ;સપાટી 111,98 મીટરે પહોંચી

 

રાજપીપળાઃ ગુજરાત રાજ્ય માટે ખુશીના સમાચાર છે. નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં નર્મદા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની જળસપાટીમાં 12 કલાકમાં બે ફૂટનો વધારો નોંધાયો છે. દર કલાકે 18થી 20 સેમીનો વધારો થતાં ડેમની જળસપાટી 111.98 મીટરે પહોંચી છે. 

   ગુરૂવારે નર્મદા ડેમમાં 4થી 5 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી હતી. ઉપવાસના વરસાદને કારણે આ આવક સીધી જ 1 લાખ 93 હજાર ક્યુસેક થઈ ગઈ હતી.  જેના કારણે છેલ્લા 12 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 2 ફૂટ જેટલો વધારો નોંધાયો છે. પાણીની આવક વધતાં હાલ જળ સપાટી દર કલાકે 18  થી 20  સેન્ટિમીટર વધી રહી છે અને જળ સપાટી 111.98 મીટરે પહોંચી છે.

 

(10:48 pm IST)
  • વલસાડથી અમદાવાદ વચ્‍ચે હાઈવે ઉપર વાહનના ડ્રાઇવરોને મારમારી લૂંટ ચલાવતી ડફેર ગેંગ ઝડપાઇઃ ચાર આરોપીઓ પકડાયા કરજણ પોલીસ અને એસ.ઓ.જીએ છ મોબાઈલ અને રોકડ સહીત ૧,૫૮લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત access_time 11:57 am IST

  • ભારત અને પાકિસ્તાનના સબંધો સુધારવામાં વાજપેયીના પ્રયાસો હંમેશા યાદ રહેશે :ઇમરાનખાન : ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન બાદ દેશ વિદેશના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી :પાકિસ્તાનના ભાવિ પીએમ ઇમરાનખાને અટલજીના નિધન પર દુઃખ વ્યક્ત કરીને કહ્યું કે વાજપેયી એક ઉચ્ચ દરજ્જાના રાજનીતિક વ્યક્તિ હતા ,ભારત અને પાકિસ્તાનના સબંધો સુધારવામાં વાજપેયીના પ્રયાસો હંમેશા યાદ રહેશે access_time 12:53 am IST

  • અટલજીના દુઃખદ નિધનથી ગુજરાત રાજયે આજે શાળા-કોલેજો સરકારી કચેરીઓમાં રજા જાહેર કરી : વડાપ્રધાનની ગુજરાત મુલાકાત રદ access_time 9:26 pm IST