ગુજરાત
News of Friday, 17th August 2018

નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો ;સપાટી 111,98 મીટરે પહોંચી

આવક વધીને સીધી 1,93 લાખ ક્યુસેક થઇ :છેલ્લા 12 કલાકમાં સપાટી 2 ફૂટ વધી

 

રાજપીપળાઃ ગુજરાત રાજ્ય માટે ખુશીના સમાચાર છે. નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં નર્મદા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની જળસપાટીમાં 12 કલાકમાં બે ફૂટનો વધારો નોંધાયો છે. દર કલાકે 18થી 20 સેમીનો વધારો થતાં ડેમની જળસપાટી 111.98 મીટરે પહોંચી છે. 

   ગુરૂવારે નર્મદા ડેમમાં 4થી 5 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી હતી. ઉપવાસના વરસાદને કારણે આ આવક સીધી જ 1 લાખ 93 હજાર ક્યુસેક થઈ ગઈ હતી.  જેના કારણે છેલ્લા 12 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 2 ફૂટ જેટલો વધારો નોંધાયો છે. પાણીની આવક વધતાં હાલ જળ સપાટી દર કલાકે 18  થી 20  સેન્ટિમીટર વધી રહી છે અને જળ સપાટી 111.98 મીટરે પહોંચી છે.

 

(10:48 pm IST)