Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

અમદાવાદમાં ચેન સ્નેકરોએ ફેંક્યો પડકાર : મહિલા સુપ્રિટેન્ડેન્ટના ચેનની ચીલ ઝડપ

અમદાવાદમાં ચીલઝડપકારો બેકાબુ બન્યા છે મણિનગર વિસ્તારમાં મીરઝાપુર કોર્ટમાં કામ કરતા મહિલા સુપ્રિટેન્ડેન્ટ હિનાબેન ભટ્ટના ચેનની ચીલ ઝડપ થઇ છે. મહિલા સુપ્રિટેન્ડટેડ હીનાબેન રેમંડના શોરૂમથી સવારે વોંકિગ કરીને પાછા આવતા હતા, ત્યારે એક્ટિવા પર આવેલા ચેઈન સ્નેચરોએ ચીલ ઝડપ કરી હતી.

 આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બિલકુલ સિફત પૂર્વક મહિલાની નજીકમાં જઈને તેના ગળામાંથી અછોડો આંચકી લીધો હતો. અને એક્ટિવા પર ફરાર થઈ ગયા હતા. ગઈકાલે હિનાબેને આ અંગે ફરીયાદ દાખલ કરાવતા પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

(1:21 am IST)
  • તળાજાના તળાજી નદીના પાણી હજુ કેટલાક વિસ્તારોમાં ભરાયેલા : ભાવનગરમાં વરસાદે વિરામ લીધો છે તેમ છતા હજુ વરસાદ પાણી ઓસર્યા નથી. નદીઓમાં આવેલા પૂરના પાણી હજુ કેટલાંક વિસ્તારમાં ભરાયેલા છે. મંગળવારે તળાજાની તળાજી નદીમાં આવેલ પુરના કારણે દીનદયાળ નગરમાં પાણી ભરાયા હતા access_time 12:03 pm IST

  • ગીર સોમનાથમાં એનડીઆરએફએ ૫ લોકોને બચાવ્યા : ઉનાના પાટીવાળા ગામે ખેતરમાં ફસાયેલા વ્યકિતઓને બચાવી લેવાયા access_time 6:11 pm IST

  • ગીરગઢડાનાં અનેક ગામ બેટમાં ફેરવાયાં:કાણ કીયા, રેવદ, લેરકા, હરમડિયા ગામ બેટ બન્યાં : લોકોનાં ઘરમાં કેડસમાં પાણી ઘૂસી ગયાં : રેસ્ક્યૂ ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ access_time 1:29 am IST