ગુજરાત
News of Tuesday, 17th July 2018

અમદાવાદમાં ચેન સ્નેકરોએ ફેંક્યો પડકાર : મહિલા સુપ્રિટેન્ડેન્ટના ચેનની ચીલ ઝડપ

અમદાવાદમાં ચીલઝડપકારો બેકાબુ બન્યા છે મણિનગર વિસ્તારમાં મીરઝાપુર કોર્ટમાં કામ કરતા મહિલા સુપ્રિટેન્ડેન્ટ હિનાબેન ભટ્ટના ચેનની ચીલ ઝડપ થઇ છે. મહિલા સુપ્રિટેન્ડટેડ હીનાબેન રેમંડના શોરૂમથી સવારે વોંકિગ કરીને પાછા આવતા હતા, ત્યારે એક્ટિવા પર આવેલા ચેઈન સ્નેચરોએ ચીલ ઝડપ કરી હતી.

 આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બિલકુલ સિફત પૂર્વક મહિલાની નજીકમાં જઈને તેના ગળામાંથી અછોડો આંચકી લીધો હતો. અને એક્ટિવા પર ફરાર થઈ ગયા હતા. ગઈકાલે હિનાબેને આ અંગે ફરીયાદ દાખલ કરાવતા પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

(1:21 am IST)