Gujarati News

Gujarati News

News of Sunday, 17th May 2020

વાપીમાં કોરોના પોઝિટિવ યુવાનના પિતા લોકડાઉનમાં બે વાર મહારાષ્ટ્ર જઈ આવ્યા !!

વાપીમાં તેમના સબંધીએ પણ માહિતી છુપાવતા ગુન્હો નોંધાયો

વાપીના ગોદાલ નગરમાં ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવનારા લોકો પર પોલીસ કડક બી છે. ગોદાલ નગરમાં ૨ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. પોઝિટિવ કેસ આવનારા યુવાનના પિતા લોકડાઉન દરમિયાન બે વાર મહારાષ્ટ્ર ગયા હતા. મૂળ મહારાષ્ટ્રના આ પરિવારના મોભી ગેરકાયદે મહારાષ્ટ્ર જતા પોલીસે તેઓની સામે ફરિયાદ નોંધી છે વાપીમાં તેમના સબંધીએ પણ માહિતી છુપાવતા તેમની સામે પણ ગુન્હો નોંધાયો છે. બહારથી આવનારા લોકોને આશરો આપનાર સામે કડક કાર્યવાહી થશે તેવુ પોલીસે જણાવ્યું છે.

(10:23 pm IST)