Gujarati News

Gujarati News

News of Sunday, 17th May 2020

અમદાવાદમાં કોરોનનાં વધુ 276 કેસ સહીત રાજ્યમાં કોરોનાના નવા 391 કેસ નોંધાયા : સંક્રમિતની કુલ સંખ્યા 11380 થઇ

અમદાવાદ : રાજ્યમાં કોરોનાનો કહેર વધતો જાય છે આજે સાંજ સુધીમાં કોરોનાના નવા 391 કેસ નોંધાયા છે આ સાથે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિતની કુલ સંખ્યા 11380 થઇ છે રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે ત્યારે અમદાવાદમાં આજે વધુ 276 કોરોના કેસ નોંધાયા છે જોકે રાજ્યમાં આજે વધુ 191 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે રિકવરી રેટ વધ્યો છે રાજ્યમાં અત્યાર સુધીમાં 4499 દર્દીઓ સાજા થયા છે

  રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ, મોત અને ડિસ્ચાર્જ થયેલા દર્દીઓ અંગે આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 391 કેસ નોંધાયા છે. જેને લઇને રાજ્યમાં કુલ 11380 કેસ થયા છે.

રોનાના 191 દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં છે. જયંતિ રવિએ જણાવ્યું કે રાજ્યમાં રિકવરી રેટ વધ્યો છે. ગુજરાતનો રિકવરી રેટ 39.53% થયો છે.

(9:22 pm IST)