Gujarati News

Gujarati News

News of Sunday, 17th May 2020

સુરતમાં કોરોનાના વધુ 14 કેસ નોંધાયા : કુલ આંક 1100 થયો : મૃત્યુઆંક 50 થયો

સફાઈ કામદાર, વિદ્યાર્થીની, એકાઉન્ટન્ટ યુવતી તેમજ મોચીને કોરોનાનો ચેપ લાગ્યો

સુરત શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ આંક 1100ને પાર પહોંચી ગયો છે. સુરતમાં વધુ 14 કેસ સામે આવતા કુલ કેસનો આંક 1100ને પાર થયો છે. અને વધુ 2 પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યા છે. આ સાથે જ સુરતમાં કુલ મૃત્યુઆંક 50 પર પહોંચ્યો છે તો સુરત શહેર અને જિલ્લામાં મળી કુલ પોઝિટિવ દર્દીનો આંક 1100 થયો છે. નવા પોઝિટિવ કેસમાં પાલિકાની સફાઈ કામદાર, વિદ્યાર્થીની, એકાઉન્ટન્ટ યુવતી તેમજ મોચીનો સમાવેશ થયો છે. પાલિકા દ્વારા લોકોના સંપર્કમાં આવેલા લોકોને કોરન્ટાઈન કરવાની સાથે તેમને કેવી રીતે ચેપ લાગ્યો તે તપાસ પણ શરૂ કરી છે.

(6:06 pm IST)