Gujarati News

Gujarati News

News of Sunday, 17th May 2020

ભોજન નહિ મળતા શ્રમિકો વિફર્યા : જબલપુર રેલવે સ્ટેશને ફૂડ વેડિંગ મશીન તોડ્યું : ખાણી પીણીની વસ્તુ પર તૂટી પડ્યા

પ્લેટફોર્ટ નંબર પાંચ પર રહેલા ફૂડ વેડિંગ મશીનમાં જ તોડફોડ કરી

જબલપુર : લોકડાઉન દરમિયાન દેશના વિવિધ વિસ્તારોમાં ફસાયેલા પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવા માટે સરકાર શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવી રહી છે. મોટી સંખ્યામાં મજૂરો આ ટ્રેન મારફતે પોતાના ઘરે પહોંચી રહ્યા છે. આ બધા વચ્ચે શ્રમિક સ્પેશિય ટ્રેનથી બિહાર જઇ રહેલા મજૂરોએ ભોજન પાણી ના મળવાથી ગુસ્સે થયેલા મજૂરોએ જબલપુર રેલવે સ્ટેશન પર તોડફોડ કરી હતી. મહત્વની વાત છે કે મજૂરોએ માત્ર રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્ટ નંબર પાંચ પર રહેલા ફૂડ વેડિંગ મશીનમાં જ તોડફોડ કરી હતી. ફૂડ વેડિંગ મશીન એટલે એવું મશીન જેની અંદર ખાવા પીવાની વસ્તુઓ રાખેલી હોય છે. આ મશીનને તોડીને મજૂરો તેમા રહેલી ભોજન સામગ્રી પર તૂટી પડ્યા હતા.

જબલપુર રેલવે સ્ટેશન પર  આ ઘટના બની. મુંબઇ દાનાપુર સ્પેશિયલ ટ્રેનમાં યાત્રા કરતા કેટલાક પ્રવાસીઓએ વેડિંગ મશીનને તોડીને તેમાંથી ખાવાની વસ્તુઓ લીધી હતી. મજૂરો મશીન તોડીને ખાવાની ચીજવસ્તુ પર રીતસર તૂટી પડ્યા હતા. અકબાજુ સરકાર એવા દાવા કરી રહી છે કે ટ્રેનમાં તમામ લોકોને ખાવા પીવાની ચીજ વસ્તુઓ આપવામાં આવે છે. તો બીજી તરફ વાસ્તવિક સ્થિતિ તેના કરતા એકદમ વિપરિત જ છે. જ્યારે આ ઘટના બની ત્યારે સ્ટેશન પર કોઇ પોલીસના જવાન કે સુરક્ષા બળના જવાન હાજર નહોતા.

(10:11 pm IST)