Gujarati News

Gujarati News

News of Sunday, 17th May 2020

ગુજરાત : રાજ્યમાં રિકવરી રેટ વધીને ૩૯.૨૦ ટકા થયો

રાજ્યમાં ૨૪ કલાકમાં ૩૪૮ નવા કેસ : ગુજરાતમાં ૧૯ દર્દીના મોત સાથે મૃતાંક વધીને ૬૨૫ પર પહોંચ્યો : અમદાવાદમાં ૨૬૪ કેસો : કુલ કેસ ૧૦૯૮૯

અમદાવાદ,તા.૧૬ : સમગ્ર ભારતમાં કોરોનાનો આતંક યથાવતરીતે જારી છે. દેશમાં અનેક રાજ્યોની સ્થિતિ ખુબ જ ખરાબ થયેલી છે જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજ્યનો સમાવેશ થાય છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૪૮ નવા કેસ સામે આવ્યા છે અને ૧૯ દર્દીના મૃત્યુ થયા છે. આમ અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૧૦૯૮૯ કેસ નોંધાયા છે અને ગુજરાતમાં મૃત્યુઆંક વધીને ૬૨૫ પર પહોંચ્યો છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જ્યંતિ રવિ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં હજુ સુધી ૧૩૮૪૦૯ ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં ૧૦૯૮૯નો રિપોર્ટ પોઝિટિવ અને ૧૨૭૪૧૮નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

               જે વિસ્તારોમાં કેસ નોંધાયા હતા તેમાં સૌથી વધુ અમદાવાદમાં ૨૬૪ કેસ નોંધાયા હતા જ્યારે સુરતમાં ૩૪, વડોદરામાં ૧૯, ગાંધીનગર અને ખેડામાં ૬-૬ કેસ નોંધાયા હતા જ્યારે ભાવનગરમાં ૪ કેસ સપાટી ઉપર આળ્યા હતા. મૃત્યુ પામેલ દર્દીઓ અંગે વાત કરતા અગ્ર સચિવ જ્યંતિએ રવિએ કહ્યું હતું કે, રાજ્યમાં ૨૪ કલાકમાં ૧૯ લોકોના મોત થયા છે. અમદાવાદમાં  ૧૪, સુરતમાં ૨, ભાવનગર, બનાસકાંઠા અને ગાંધીનગરમાં એક એક વ્યક્તિનું મોત થયા છે. રાજ્યમાં કુલ મોતનો આંકડો વધીને ૬૨૫ ઉપર પહોંચી ચુક્યો છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૪૮ કેસ નોઁધાયા છે, જ્યારે ૧૯ દર્દીના મોત નીપજ્યાં છે. કુલ ૨૭૩ જેટલા લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

          આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી ૧૦૯૮૯ થઇ છે. અત્યારસુધીમાં કુલ ૪૩૦૮ ડિસ્ચાર્જ થયા છે. ૬૦૧૦ દર્દી સ્ટેબલ અને ૪૬ વેન્ટિલેટર પર છે.  રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છેકે,  સમગ્ર રાજ્યમાં કૃષિ અને કૃષિ સંલગ્ન તમામ પ્રવૃતિઓને લોકડાઉનમાંથી મૂક્તિ આપવામાં આવી છે. જેથી ખેડૂતો ખેતિ વિષયક પ્રવૃત્તિ ચાલુ રાખી શકે છે. ખેડૂતોને ખેતીકામ માટે જતા આવતા પોલીસ દ્વારા રોકવામાં આવશે નહીં. ખેડૂતોને તેમની ખેત પેદાશ વેચવા માટે પણ મુક્તિ આપવામાં આવી છે. જે વિસ્તારોમાં ઉદ્યોગોને છૂટ આપવામાં આવી છે. તેમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ, કર્મચારી અને વાહનોને અટકાવવામાં આવશે નહીં.  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત સહિત દેશમાં સૌ કોઇ કોરોના મહામારીથી મુક્ત બને અને જનજીવન ઝડપભેર પૂર્વવત થાય તેવી પ્રાર્થના સાથે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી આજે સવારે વીડિયો કોલિંગથી ઇ સંકલ્પ કરીને સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર સોમનાથ મહાદેવના દર્શન-પૂજન કર્યા હતા. સાબરકાંઠાના એસપીની કાર્યશૈલીથી નારાજ સાંસદ દિપસિંહ રાઠોડે એસપીને બદલવા માટે કેન્દ્રીય ગૃહમંત્રીથી લઇને રાજ્યના ગૃહમંત્રીને પત્ર લખ્યો છે. નોંધનીય છેકે આ પહેલા જિલ્લા કલેક્ટરે પણ એસપીની કામગીરીથી નારાજ થઇને ફરિયાદ કરી હતી.

રાજ્યમાં ક્યાં કેટલા કેસ....

રાજ્યમાં કુલ ૪૩૦૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

અમદાવાદ,તા.૧૬ : સમગ્ર ભારતમાં કોરોનાનો આતંક યથાવતરીતે જારી છે. દેશમાં અનેક રાજ્યોની સ્થિતિ ખુબ જ ખરાબ થયેલી છે જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજ્યનો સમાવેશ થાય છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૪૮ નવા કેસ સામે આવ્યા છે અને ૧૯ દર્દીના મૃત્યુ થયા છે. આમ અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૧૦૯૮૯ કેસ નોંધાયા છે અને ગુજરાતમાં મૃત્યુઆંક વધીને ૬૨૫ પર પહોંચ્યો છે.

શહેર

પોઝિટિવ કેસ

મોત

ડિસ્ચાર્જ

અમદાવાદ

૮૧૪૪

૪૯૩

૨૫૪૫

વડોદરા

૬૩૯

૩૨

૩૮૪

સુરત

૧૦૪૯

૪૯

૬૮૭

રાજકોટ

૭૯

૦૧

૫૧

ભાવનગર

૧૦૭

૦૮

૬૯

આણંદ

૮૨

૦૮

૭૧

ભરૂચ

૩૨

૦૨

૨૫

ગાંધીનગર

૧૬૩

૦૬

૬૩

પાટણ

૩૮

૦૨

૨૨

નર્મદા

૧૩

૦૦

૧૨

પંચમહાલ 

૬૯

૦૫

૪૮

બનાસકાંઠા

૮૩

૦૪

૫૪

છોટાઉદેપુર

૨૧

૦૦

૧૪

કચ્છ

૧૪

૦૧

૦૬

મહેસાણા

૭૫

૦૩

૪૦

બોટાદ

૫૬

૦૧

૪૪

પોરબંદર

૦૪

૦૦

૦૩

દાહોદ

૨૨

૦૦

૧૬

ખેડા

૪૦

૦૧

૧૯

ગીર-સોમનાથ

૨૩

૦૦

૦૩

જામનગર

૩૪

૦૨

૦૪

મોરબી

૦૨

૦૦

૦૧

સાબરકાંઠા

૩૨

૦૨

૦૯

મહીસાગર

૪૮

૦૧

૩૫

અરવલ્લી

૭૭

૦૨

૪૧

તાપી

૦૨

૦૦

૦૨

વલસાડ

૦૮

૦૧

૦૪

નવસારી

૦૮

૦૦

૦૮

ડાંગ

૦૨

૦૦

૦૨

દેવભૂમિ દ્વારકા

૧૨

૦૦

૦૨

સુરેન્દ્રનગર

૦૪

૦૦

૦૧

જૂનાગઢ

૦૫

૦૦

૦૨

અમરેલી

૦૧

૦૦

૦૦

અન્ય રાજ્ય

૦૧

૦૦

૦૦

કુલ

૧૦,૯૮૯

૬૨૫

૪૩૦૮

(9:35 am IST)