Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક ગૌવંશ ભરેલી ટ્રક ઝડપાઇ :ત્રણની ધરપકડ

કતલખાને લાઈ જવાતા હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી ;ગૌવંશને મુક્ત કરાવી ટ્રેનને પકડી લેવાયા

 

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક ગૌવંશને ઠસોઠસ રીતે ભરીને કતલખાતે લઇ જવામાં આવી રહ્યા હોવાની માહિતી મળી હતી.જેના આધારે તેમણે નેશનલ હાઇવે નંબર 48 ઉપર રાજપીપળા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન 8 જેટલા ગૌવંશ ભરેલી ટ્રકને ઝડપી પડી હતી.પોલીસે  ગૌવંશને મુક્ત કરાવીને પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા.

  ટ્રક સાથે પોલીસે આશીફ ઇસ્માઇલ નાગોરી, નારાયણ મંગા વસાવા અને અબ્દુલ રહેમાન હોટલવાલા તમામ રહે ભરૂચનાં ઓની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ઝડપાયેલા ત્રણ આરોપીઓ તેમજ ટ્રકમાં ગૌવંશ ભરાવનાર અમરેલીનાં સાદ્દીક સલીમે ગૌવંશને અબ્દુલ રહેમાન હોટલવાલા તથા વસીમ કોકનીએ કતલખાને લઇ જવાનાં ઇરાદે ટ્રકમાં ગૌવંશ માટે પાણી કે ખોરાકની પણ વ્યવસ્થા કરી હતી. તેમજ જરૂરી પાસ પરમીટ પણ હોવાનું બહાર આવ્યું હતું.

(10:00 pm IST)
  • કર્ણાટક કોંગ્રેસના ફૂટ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ કે. બી. કોલીવાડએ કહ્યું સિદ્ધારામૈયા અસલમાં કોંગ્રેસી નથી : સિદ્ધારામૈયા પોતાને પાર્ટીના બોસ મને છે પરંતુ તેઓના કારણે કોંગ્રેસનું ઘણું નુકશાન થયું access_time 11:15 pm IST

  • ભાવનગર : બંધ પડેલો ટ્રક આપોઆપ પાછળ ચાલવા લાગતા, ત્યાં ઉભેલી બાળકીનું ટ્રક નીચે આવી જતા મોત : કુંભારવાડાથી મોતી તળાવ રોડ પર બની ઘટના : 10 વર્ષની વનિતાનું સ્થળ પર મોત નીપજતા ગરીબ પરિવારમાં ફેલાયો માતમ access_time 8:46 pm IST

  • આગામી દાયકામાં દિલ્હી વિશ્વનું સૌથી વધુ વસ્તીવાળું શહેર બનશે :2050 સુધીમાં દુનિયામાં શહેરી વસ્તીમાં ભારતનું સૌથી વધુ યોગદાન હશે :હાલમાં વિશ્વની 55 ટકા શહેરી વસ્તી 2050માં વધીને 68 ટકા લોકો શહેરોમાં વસવાટ કરતા હશે :સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ access_time 11:15 pm IST