Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

રતાપનગર હાઈસ્કૂલ પાસે માસ્ક વિના બેસી જાહેરનામા નો ભંગ કરનાર 6 વિરુદ્ધ આમલેથા પોલીસે ગુનો નોંધ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના પ્રતાપનગર ગામની હાઈસ્કૂલ પાસે માસ્ક વગર બેસી રહેલા શખ્સો વિરુદ્ધ આમલેથા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સિદ્ધરાજ દિલીપભાઇ માછી, જયમીન જયંતીભાઇ વસાવા, ઉર્વેશભાઇ સતીષભાઇ પટેલ,રિષીભાઇ મનિષભાઇ પટેલ,વેદાંતભાઇ કલ્પેશભાઇ પટેલ તથા રાહુલભાઇ અશોકભાઇ માછી, તમામ રહે, પ્રતાપનગર તા.નાંદોદ નાઓ પ્રતાપનગર ગામે આવેલ હાઇસ્કુલ પાસે જાહેરમાં માસ્ક પહેર્યા વગર બિનજરૂરી ભેગા થઇ બેસી રહી જીલ્લા મેજી. નર્મદાના જાહેરનામા નો ભંગ કરતા આમલેથા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(12:21 am IST)
  • બજાજ કંપનીએ ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટરનું બુકીંગ બંધ કર્યું : 13 એપ્રિલના રોજ ગુડી પડવાને દિવસે શરૂ કરેલા બુકીંગનો ક્વોટા 48 કલાકમાં પૂરો : ઓનલાઇન બુકીંગ માટે બેંગ્લુરુ તથા પુણેમાંથી ભારે ધસારો જોવા મળ્યો : ફરીથી બુકિંગની તારીખ હવે પછી જાહેર કરશે access_time 8:21 pm IST

  • એન્જલ બ્રોકીંગના સીઈઓ વિનય અગ્રવાલનું દુઃખદ અવસાન થયુ છે access_time 2:05 pm IST

  • મુંબઇ સામે હૈદરાબાદને હારની હેટ-ટ્રિકનો ખતરો : કલકત્તા અને બેન્ગલોર સામે પરાજય થયા બાદ વોર્નરના વોરિયર્સે આજે વધુ એક હારથી બચવા કલકતા સામે રોમાંચક જીતથી જોશમાં આવી ગયેલા ચેમ્પીયન્સને હરાવવા પડશે access_time 3:48 pm IST