Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

અમદાવાદના બોપલમાં કારચાલકની અડફેટે આવતા 13 વર્ષીય જેસલ શર્માનું મોત

પરિવારને ન્યાય ન મળતા બોપલમાં પરિવારજનો અને સ્થાનિકોએ ન્યાય માટે કેન્ડલ માર્ચનું આયોજન કર્યુ : મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા જવાની ચીમકી આપી

અમદાવાદના બોપલમાં કારચાલકની અડફેટે આવતા 13 વર્ષીય જેસલ શર્માનું મોત

અમદાવાદના બોપલમાં કારચાલકની અડફેટે આવતા 13 વર્ષીય જેસલ શર્માનું મોત નીપજ્યુ હતુ..ત્યારે પરિવારને ન્યાય મળતા બોપલમાં પરિવારજનો અને સ્થાનિકોએ ન્યાય માટે કેન્ડલ માર્ચનું આયોજન કર્યુ હતુ..જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા..હાથમાં મીણબત્તી લઈ માર્ચ કબીર એન્ક્લેવથી ઉમિયા માતાના મંદિર સુધી યોજાઈ હતી..ઘટનાને 9 દિવસ વીતવા છતા આરોપી સામે કોઈ કડક પગલા ભરાયા નથી..અને આરોપી મુક્ત  ફરી રહ્યો છે..મૃતક જેસલ શર્માને સાઈક્લિસ્ટ બની દેશનું નામ રોશન કરવુ હતુ..પરંતુ સ્પીડમાં આવી રહેલી કારે જેસલના સપના અને પરિવારજનોની ખુશીને છીનવી લીધી...ત્યારે જો ન્યાય નહી મળે તો જેસલના પરિવારજનો  મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા જવાની ચીમકી આપી રહ્યા છે..

(10:26 pm IST)
  • ઈઝરાયલઃ ૨ હજાર લોકો દ્વારા જંગી દેખાવોઃ વડાપ્રધાન નેતન્યાહુના રાજીનામાની માંગઃ ઈઝરાયલના તેલ અવીવમાં લગભગ ૨ હજાર લોકોએ પ્રદર્શન કરી વડાપ્રધાન બેંજામીન નેતન્યાહુના રાજીનામાની માંગ કરી : ઉલ્લેખનીય છે કે, પોલીસે ભ્રષ્ટાચાર સંબંધી મામલે ૬૮ વર્ષીય નેતન્યાહુ વિરૂધ્ધ લાંચ લેવા અને છેતરપીંડીનો કેસ ચલાવવા ભલામણ કરેલ access_time 3:29 pm IST

  • ધોરાજીમાં ૪ર.૧૩ ટકા મતદાનઃ નગરપાલિકા પેટાચૂંટણીમાં ૪ રાઉન્ડના અંતે ૪ર.૧૩ ટકા મતદાન થયું access_time 4:58 pm IST

  • વેનેઝુએલામાં મોંઘવારીનો બોંબ ફુટયો : ૧ લિટર દુધનો ભાવ રૂ. ૮૦,૦૦૦: ૧ બ્રેડની કિંમત હજારો રૂપિયાઃ વિશ્વના સૌથી વધુ ક્રુડનો ભંડાર ધરાવતા દેશો પૈકીનો એક વેનેઝુએલામાં મોંઘવારીનો બોંબ ફુટ્યો : લોકો દેશ છોડી ભાગી રહ્યા છે : આર્થિક સંકટ ચરમ પર : ખાવા -પીવા-દવાની ભારે તંગી : દેશ ખતરનાક મોડ પર : ૧ લીટર દૂધ ૮૦,૦૦૦નું લીટર મળે છે : ૩ લાખમાં ૧ કિલો મીટ, ૧ બ્રેડ હજારો રૂપિયામાં વેંચાય છે : ઠેર-ઠેર લૂંટફાટ થાય છે access_time 3:28 pm IST