ગુજરાત
News of Saturday, 17th February 2018

અમદાવાદના બોપલમાં કારચાલકની અડફેટે આવતા 13 વર્ષીય જેસલ શર્માનું મોત

પરિવારને ન્યાય ન મળતા બોપલમાં પરિવારજનો અને સ્થાનિકોએ ન્યાય માટે કેન્ડલ માર્ચનું આયોજન કર્યુ : મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા જવાની ચીમકી આપી

અમદાવાદના બોપલમાં કારચાલકની અડફેટે આવતા 13 વર્ષીય જેસલ શર્માનું મોત નીપજ્યુ હતુ..ત્યારે પરિવારને ન્યાય મળતા બોપલમાં પરિવારજનો અને સ્થાનિકોએ ન્યાય માટે કેન્ડલ માર્ચનું આયોજન કર્યુ હતુ..જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા..હાથમાં મીણબત્તી લઈ માર્ચ કબીર એન્ક્લેવથી ઉમિયા માતાના મંદિર સુધી યોજાઈ હતી..ઘટનાને 9 દિવસ વીતવા છતા આરોપી સામે કોઈ કડક પગલા ભરાયા નથી..અને આરોપી મુક્ત  ફરી રહ્યો છે..મૃતક જેસલ શર્માને સાઈક્લિસ્ટ બની દેશનું નામ રોશન કરવુ હતુ..પરંતુ સ્પીડમાં આવી રહેલી કારે જેસલના સપના અને પરિવારજનોની ખુશીને છીનવી લીધી...ત્યારે જો ન્યાય નહી મળે તો જેસલના પરિવારજનો  મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા જવાની ચીમકી આપી રહ્યા છે..

(10:26 pm IST)