Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

સુરત એરપોર્ટમાં ક્લાસવન અધિકારી 30 હજારની લાંચ લેતા ઝડપાયા

એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાકટના બિલની ટકાવારી પેટે લાંચ માંગી હોવાનો આરોપ

 

સુરત એરપોર્ટમાં ક્લાસ વન અધિકારી રૂપિયા 30 હજારની લાંચ લેતા ઝડપાયા છે. અન્ટી કરપ્શન બ્યુરો દ્વારા મળતી માહિતી મુજબ  સુરત એરપોર્ટ પર ફરજ બજાવતા જોઇન્ટ જનરલ મૅનેજર ( એન્જિનિયરિંગ-સિવિલ), રાધા રમણ ગુપ્તા 30,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.


   કેસની વિગત મુજબ  કેસનાં ફરીયાદીને સુરત ઐરપોર્ટમાં એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાકટ ચાલતો હતો અને એના કૂલ બિલની ટકાવારી પેટે કામના આરોપી (રાધા રમણ ગુપ્તા) 30000ની લાંચ ની માંગણી કરી હતી.

   જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા હોય તેમણે સુરત .સી.બી.નો સંપર્ક કર્યો હતો અને ફરિયાદનાં આધારે આજ રોજ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યુ હતું. છટકા દરમિયાન આરોપીએ લાંચના ૩૦,૦૦૦ રૂપિયા લેતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

    લાંચનું છટકું આરોપીની ઓફિસમાં (એન્જિનિયરીંગ પ્રોજેક્ટ ઓફીસ. સુરત એરપોર્ટ) ગોઠવાયું હતું. ટ્રેપ પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે. વણારે ગોઠવી હતી

 

(11:18 pm IST)