Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

પંચમહાલના હાલોલની GIDC માંથી ડુપ્લીકેટ ગુટખા બનાવતી કંપનીનો પર્દાફાશ :70 કરોડની જીએસટી ચોરી પણ ઝડપી પાડી

પ્રતિબંધિત ગુટખાનું ઉત્પાદન કરીને રાજસ્થાન,મધ્યપ્રદેશ અને યુપીમાં વેંચતા હતા

પંચમહાલના હાલોલમાં આવેલી જી.આઈ.ડી.સી.માંથી ડુપ્લીકેટ ગુટખા બનાવીને બહાર સપ્લાય કરતી કંપનીનો પર્દાફાશ કરીને ૭૦ કરોડની જી.એસ.ટી.ચોરી પણ પકડાઈ છે 

  વડોદરા સેન્ટ્રલ જી.એસ.ટી. વિભાગે હાલોલ જીઆઇડીસીના ફેઝ-3 માં રેડ પાડીને ડુપ્લીકેટ ગુટખાની કંપની ઝડપી પાડી આંતર રાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સાથે જ જી.એસ.ટી. વિભાગે રૂપિયા ૭૦ કરોડની જી.એસ.ટી. ચોરી ઝડપી પાડી છે. પ્રિવેન્ટીવ વિંગ, સેન્ટ્રલ જી.એસ.ટી. વડોદરા-2 કમિશનર દ્વારા હાલોલ જી.આઇ.ડી.સી.ના ફેઝ-3માં ઉત્પાદિત થતા પ્રતિબંધિત કે. કે. ગુટખા સહિત અન્ય ગુટખાની ફેક્ટરી ઝડપી પાડી હતી.

    આ કંપનીનું ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સુધી નેટવર્ક પથરાયેલું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જી.એસ.ટી. વિભાગે મુદ્દામાલ, ડોક્યુમેન્ટ અને ગાડી ઝડપી પાડી છે.સેન્ટ્રલ જી.એસ.ટી. વડોદરા વિભાગના ડેપ્યુટી કમિશનર વૈભવસિંગ ચૌહાણે જણાવ્યું હતું કે, હાલોલ જી.આઇ.ડી.સી. ફેઝ-3માં પ્રતિબંધિત ગુટખાનું ઉત્પાદન કરતી કંપનીમાં 70 જેટલા કર્મચારીઓ નોકરી કરતા હતા.
   કંપનીના સંચાલકો અવાર-નવાર મશીનરી સાથે જગ્યાઓ બદલતા હતા. અને પ્રતિબંધિત ગુટખાનું ઉત્પાદન કરીને ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને યુ.પી.માં ગુટખા વેચતા હતા.

(9:16 pm IST)