Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

મોડાસા નજીક બોર્ડની સપ્લિમેન્ટ્રીની આડમાં લવાતો 13 લાખનો દારૂનો જથ્થો પોલીસે વેણુપુર નજીકથી ઝડપ્યો

મોડાસા: શહેર નેશનલ હાઈવે માર્ગના વેણપુર સ્ટેન્ડ નજીકથી પસાર થતા ટ્રકમાં મહારાષ્ટ્ર એચએસસી પરીક્ષા બોર્ડની સપ્લીમેન્ટરી ભરેલી ૮૫૦ કાર્ટૂનની આડમાં છુપાવી રાજયમાં ઘુસાડવામાં આવતા રૃ.૧૩.૫૧ લાખની કિંમતનો વિદેશી દારૃનો જથ્થો ઝડપાયો હતો. શામળાજી પોલીસની નાકાબંધીમાં ઝડપાયેલા વિદેશી દારૃની ૫૯૭૬ બોટલ ભરેલ ટ્રક સહિત ટ્રકમાં સવાર બે આરોપી સગાભાઈઓને ઝડપી રૃ.૨૩,૫૫,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.જયારે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓ વિરૃધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

(5:18 pm IST)