Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

કાલથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં :ત્રણ દિવસનો મિનિટ ટુ મિનિટ કાર્યકમ જાહેર

બપોરે 1-55 કલાકે અમદાવાદમાં આગમન :2-30 વાગ્યે ગ્લોબલ ટ્રેડ શોનું કરશે ઉદ્ધઘાટન :સાંજે વીએસ હોસ્પિટલના નવા સંકુલનો લોકાર્પણ અને શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ધઘાટન બાદ સાંજે 7 વાગ્યે મહાત્મા મંદિર પહોંચશે

અમદાવાદ ;આવતીકાલથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત પધારશે ,વડાપ્રધાન મોદી બપોરે 12,25 વાગ્યે દિલ્હીથી રવાના થશે અને બપોરે 1,55 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ ત્રણ દિવસના મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ જાહેર થયો છે 

 

 કાલે 17 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી 12. 25 બપોરે દિલ્લીથી અમદાવાદ આવવા રવાના થશે બપોરે 1. 55 વાગે અમદાવાદ એરપોર્ટ ઉપર આગમન થશે તેઓ એરપોર્ટથી ગાંધીનગર હેલિકોપ્ટર મારફતે પહોંચશે

 

   બપોરે 2.20 વાગ્યે ગાંધીનગર હેલીપેડ પર વડાપ્રધાન મોદીનું આગમન થશે બપોરે 2.25 વાગ્યે ગ્લોબલ ટ્રેડ શો સેકટર 17 ખાતે વડાપ્રધાનનું આગમન થશે બપોરે  2.30 થી 3.30 સુધી અહીં ઉદઘાટન અને મુલાકાત કર્યા બાદ બપોરે 3.35  વાગ્યે  બાય રોડ અમદાવાદ જવા રવાના થશે

   વડાપ્રધાન બપોર બાદ 4.00 વાગે વી એસ હોસ્પિટલ પહોંચશે જ્યાં4 થી 5.15 સુધી વી એસ હોસ્પિટલના નવા સંકુલ નો લોકાર્પણ સમારોહ, સુવિધાઓ નિહાળશે સાંજે 5.20 વાગે વી એસ હોસ્પિટલથી વલ્લભ સદન રિવરફ્રન્ટ રવાના થશે

 

  સાંજે 5.30 થી 6.30 સાંજે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદઘાટન થશે સાંજે  6.35 વાગે ગાંધીનગર માટે રવાના થશે સાંજે  7.00 વાગે સાંજે મહાત્મા મંદિર પહોંચશે

 

     સાંજે 7.30 સુધી વડાપ્રધાન લૌંજ માં આરક્ષિત સમય રહેશે બાદમાં સાંજે 7.30 થી 9.00 રાત્રે મહાનુભાવો સાથે વિચાર વિમર્શ કરશે અને 9.05 વાગે રાત્રે મહાત્મા મંદિરથી રાજભવન રવાના થશે 9.15 થી રાત્રી રોકાણ રાજભવનમાં કરશે 

  વડાપ્રધાન તા,18 જાન્યુઆરીએ સવારે 8.20 વાગ્યે  રાજભવન થી રવાના થશે અને સવારે 8.30 વાગે મહાત્મા મંદિર આગમન થશે સવારે 8.30 થી 9.45 સુધી મહાનુભાવો સાથે વિચાર વિમર્શ કરશે અને બાદમાં સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદઘાટન સમારોહ માં હાજરી આપશે

 બપોરે 1.00 થી 1.30 આરક્ષિત સમય બાદ બપોરે 1.30 થી  2.30 લંચ ટાઈમ બાદ બપોરે  અઢી વાગ્યાથી સાંજના સાડા પાંચ વાગ્યા સુધી આંતરરાષ્ટ્રીય મહાનુભાવો સાથે વન ટુ વન ટેબલ બેઠક  યોજશે

   સાંજે 5:30 થી 6:30 સુધી આંતરાષ્ટ્રીય ફંડના વડાઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક બાદ સાંજે 6.40 થી 7.20 સુધી દાંડી કુટીર ખાતે લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો નો પ્રારંભ કરાવશે

  મોડીસાંજે  7.30 થી 8.30 મહાનુભાવો સાથે ગાલા ડિનર યોજાશે રાત્રે 8.35 વાગે દાંડી કુટીર થી રાજભવન રવાના થશે 8.45 રાત્રે રાજભવન પહોંચશે અને રાત્રી રોકાણ કરશે

    તારીખ 19 જાન્યુઆરીએ સવારે 11 વાગે રાજભવન થી બાય રોડ અમદાવાદ એરપોર્ટ રવાના થશે અને 11.30 વાગે અમદાવાદથી સુરત એરપોર્ટ રવાના થશે 12.25 બપોરે સુરત એરપોર્ટ આગમન થશે

(10:40 pm IST)