Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

આણંદના યુવાનોની જીવ સટોસટની સેવાઃ જીવના જોખમે તાર અને બિલ્ડીંગ પર લટકતા પતંગના દોરા કાઢે છે અને પક્ષીઓના જીવ બચાવે છે

આણંદ : વિદ્યાનગરમાં આવેલ નેચર હેલ્પ ફાઉંડેશન દ્વારા છેલ્લા છ સાત વર્ષ થી ઉત્તરાયણ બાદના દિવસોમાં રોડ રસ્તા, અગાશી, મેદાનો, વૃક્ષો જેવી જગ્યામાં પડેલા દોરાના ગૂંચડાઓનો ભેગા કરવાનું કામ કરવામાં આવે છે. આ સંસ્થાના સ્વંયસેવકો આજથી જ આ કામમાં લાગી ગયા છે. આ કામ કરીને તેઓ પક્ષીઓનો જીવ બચાવવાનું ઉમદા કાર્ય કરે છે. મોટાભાગના પક્ષીઓ ખુલ્લા મેદાન અને ધાબા પર બેસતા હોય છે અને આ દોરીઓ તેના પગમાં ભરાવાથી તેમના મોત થયા હોય છે.

સામાન્ય રીતે મોટા ભાગના લોકો પતંગ ચગાવ્યા બાદ વધેલી દોરીઓ જ્યા ત્યાં ફેકી દેતા હોય છે. કપાયેલ પતંગના દોરા ખુલ્લા મેદાન અને રસ્તા પર પડ્યા રહે છે. તેના કારણે દિવસો સુધી પક્ષીઓના પગમાં આ દોરીઓ ભરાતી રહેતી હોય છે, તે ના થાય તે માટે આ નિસ્વાર્થ પણે આ સ્વયં સેવકો ઘણા દિવસો સુધી દોરી ભગી કરે છે તેવું ફાઉન્ડેશનના સભ્ય અલ્કેશ મુરલીએ જણાવ્યું.

વાત સેવાની આવે તો તેમાં યુવાનો અને વિદ્યાર્થીઓ આજે પણ આગળ હોય છે. 10થી 15 જણાની ત્રણ ચાર ટીમો બનાવી જ્યાં કચરો વીણવાવાળા પણ નથી જતા, તેવી જગ્યા પરથી દોરીઓ અને તૂટેલી પતંગો ભેગી કરે છે. એટલું જ નહિ, મોટી બિલ્ડીંગો અને વૃક્ષો પરથી પોતાના જીવના જોખમે પણ આ યુવાનો દોરી ઉતારતા હોય છે.

(5:37 pm IST)