Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

હાલોલ-કાલોલ રોડ પર બાઈકની હડફેટે બે રાહદારી નણંદ-ભોજાઈ અને બાઈકચાલકનું મોત

નવજીવન હોટલ નજીક વિચિત્ર અકસ્માત ;બાઈક પર બેઠેલા અન્ય એક યુવક ગંભીર

 પંચમહાલના હાલોલ કાલોલ રોડ પર આવેલી નવજીવન હોટેલ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. બાઇક સવાર યુવકે બે રાહદારી મહિલાઓને અડફેટે લેતા બાઇક ચાલક યુવક તેમજ એક રાહદારી મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. જોકે, અન્ય એક રાહદારી મહિલાનું સારવાર દરમ્યાન મોત થયુ હતુ. બાઇક પર સવાર અન્ય એક યુવકને પણ ગંભીર ઇજા થતાં સારવાર અર્થે કાલોલ રેફરલ ખસેડાયો હતો. અકસ્માતમાં મૃત્યું પામનાર મહિલાઓ નણંદ ભોજાઈ હોવાનું સામે આવ્યું હતુ. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે

(12:06 am IST)