Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

અમદાવાદ સહિત રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં વધારો

અમદાવાદમાં પારો ૧૬.૪ થતાં ગરમીનો અનુભવઃ આગામી બે ત્રણ દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે : એકાએક ગરમીની શરૂઆત

અમદાવાદ, તા.૧૭, દિલ્હી અને એનસીઆરમાં ફરી એકવાર ધુમ્મસ અને ઠંડીની સ્થિતિ સર્જાઈ છે ત્યારે બીજી બાજુ અમદાવાદ સહિત ગુજરાતભરમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. ગઇકાલની સરખામણીમાં આજે લઘુત્તમ તાપમાનમાં વધુ વધારો નોંધાયો હતો. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન ૧૬.૪ ડિગ્રી રહ્યું હતું જ્યારે મહત્તમ તાપમાન ૨૯.૭ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગ તરફથી અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે લઘુત્તમ તાપમાન ૧૫ ડિગ્રીની આસપાસ રહી શકે છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ ગરમીના પ્રમાણમાં વધારો થયો છે. આજે નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૧.૨ ડિગ્રી રહ્યું હતું. આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. રાજયમાં સરહદી જિલ્લા એવા કચ્છના નલિયાની સાથે બનાસકાંઠાના ડિસા સહિતના રણને અડીને આવેલા વિસ્તારોમાં વસતા લોકોને હવે રાહત થઇ છે. કારણ કે લઘુત્તમ તાપમાનમાં હવે પહેલાની સરખામણીમાં વધારો થઇ ચુક્યો છે. હવે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવારમાં ઠંડી અને બપોરના ગાળામાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં રાજયમાં ઉંમરલાયક વૃધ્ધોની સાથે બાળકો અને શ્વાસને લગતી વિવિધ બીમારીનો શિકાર એવા લોકો માટે વહેતા થતા ઠંડા પવનોને કારણે મુસીબતમાં વધારો થવા પામ્યો છે. હાલમાં ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. હાલના તાપમાન વચ્ચે રાજયના અનેક વિસ્તારોમાં શરદી, ખાંસી, દમ, અસ્થમા જેવા રોગના દર્દીઓની હાલત કફોડી બની જવા પામી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે મિશ્ર સ્થિતિ જોવા મળી રહી છે. ઠંડી અને ગરમીનું પ્રમાણ હોવાના કારણે લોકો પરેશાન થયેલા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં અવિરત વધારો થવાના કારણે હવે ઇન્ફેક્શન સબંધિત બિમારીનો ખતરો પણ તોળાઈ રહ્યો છે.

ક્યા કેટલું તાપમાન.....

સ્થળ

તાપમાન (લઘુત્તમ)

અમદાવાદ

૧૬.૪

ડિસા

૧૫.૨

ગાંધીનગર

૧૪.૫

વીવીનગર

૧૮.૮

વડોદરા

૧૬.૮

સુરત

૨૧.૪

વલસાડ

૧૬.૬

અમરેલી

૧૮

ભાવનગર

૨૧

પોરબંદર

૧૯

રાજકોટ

૧૭.૬

સુરેન્દ્રનગર

૧૭.૮

ભુજ

૧૪.૪

નલિયા

૧૧.૨

કંડલા એરપોર્ટ

૧૨

મહુવા

૧૮.૩

 

(9:28 pm IST)