Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ફાંટા-ધીરપુરા નજીક પસાર થતી કેનાલમાં રીક્ષા પલ્ટી ખાતા 8 વર્ષીય બાળકનો પાણીમાં ગરકાવ

બાયડ: તાલુકાના ફાંટા-ધીરપુરા કેનાલ પાસેે પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં રીક્ષા પલટી ખાતાં કપડવંજ તાલુકાના દાના ગામનો ૮ વર્ષનો બાળક તણાયો હતો. આ અંગે મળતી માહિતી મુજબ કપડવંજ તાલુકાના દાના ગામાનો પરિવાર રીક્ષા લઈને દાના થી બોરડી ગામે જવા નિકળ્યો હતો. બપોરના સમયે આ કેનાલ પાસેથી પસાર થતી વખતે કોઈ કારણોસર રીક્ષા કેનાલમાં પલટી ખાતા પેસેન્જરો રીક્ષા સાથે કેનાલમાં પડયા હતા. જેમાં ૮ વર્ષનો આયુષ સુરેશભાઈ પરમાર રીક્ષામાંથી ફગોળાઈને કેનાલમાં પડયાં હતો. કેનાલમાં પાણી વધુ હોય તેથી તણાયો હતો. આ ઘટનાની જાણ થતાં બાયડ મામલતદાર, પોલીસ, ફાયરબ્રિગેડને જાણ કરતાં તમામ ટીમો આવી પહોંચ્યા હતાં. બાળકની શોદખોળ આદરી હતી. પરંતુ કેનાલમાં પાણી વધુ હોવાના કારણે સાંજે સુધી બાળકનો કોઈ પતો મળ્યો ન હતો.

(6:46 pm IST)