Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

માંડવીના પીપરીયા ગામને દેશના પ્રથમ સ્માર્ટ વિલેજનો એવાર્ડ : સરકારની વિવિધ યોજનાઓ મારફત ગામને સ્માર્ટ બનાવાયું

સુરત : સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા આદિવાસીઓની બહુમત વસ્તી ધરાવતા પીપરીયા ગામને ભારત દેશના પ્રથમ સ્માર્ટ વિલેજ એવોર્ડ માટે પસંદ કરાયું છે. પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી)ને બદલે ૧૫૦૦ની વસ્તી ધરાવતા આ ગામને સરકારની વિવિધ યોજનાઓ મારફત જ સ્માર્ટ બનાવાયું છે.

સુરતના માંડવી તાલુકાના અંતરીયાળ  વિસ્તારમાં આવેલા પીપરીયા ગામમાં ૯૫ ટકા આદિવાસીઓની અને ૫ ટકા કોળી પટેલોની વસ્તી છે. ગામમાં મોટાભાગની જમીન ૭૩ એએ (આદિવાસીઓ માટેની) હોવાથી ગામની જમીનો બિનખેતી થઇ શકતી નથી. તેથી અહી પીપીપી દ્વારા વિકાસ કરવો અશક્ય હતો. જેથી સરકારની યોજાનાઓ થકી આ ગામને સ્માર્ટ વિલેજ બનાવાયું છે એમ સુરત જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. રાજેશે જણાવ્યું હતું.

ગામમાં મુખ્ય મુદ્દો રોજગારીનો હતો. જેથી ગામની ૧૦૦ જેટલી મહિલાઓને ગાયો આપીને તેમને પશુપાલન તેમજ દૂધના વ્યવસાય સાથે સાંકળી લેવાતા તેમની આવકનો સ્ત્રોત ઉભો થયો છે. એનઆરઆઇઓના કેટલાક ગામોમાં હોય છે તેવી તમામ સુવિધા આ ગામમાં સરકારી યોજના મારફત ઉપલબ્ધ કરાવાઇ છે. જેને પગલે સ્માર્ટ ગામ બનેલા પીપરીયા ગામને દેશના પ્રથમ સ્માર્ટ વિલેજનો એવોર્ડ મળ્યો છે. તા.૨૦ જાન્યુઆરીએ નવી દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહના હસ્તે કલામ ઇનોવેશન ઇન ગવર્નન્સ એવોર્ડ પીપરીયા ગામને એનાયત થશે.

(4:20 pm IST)
  • ઇન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર (ISRO) એ મંગળવારે કાર્ટોસેટ-2 સીરીઝના તેના ઉપગ્રહ દ્વારા લેવામાં આવેલો પ્રથમ ફોટોગ્રાફ, ઇન્દોરના હોલકર સ્ટેડીયમનો, રીલીઝ કર્યો હતો, ઉપરોક્ત તસ્વીરમાં તે જોઈ શકાય છે. આ ઉપગ્રહ તાજેતરમાં સ્પેસ એજન્સીથી 110 કિ.મી. દૂર શ્રીહરિકોટા સ્પેસપોર્ટથી લોન્ચ કરવામાં આવ્યો હતો. ભારતે આ ઉપગ્રહોના આ પ્રક્ષેપણ થકી, ISRO દ્વારા ૧૦૦ ઉપગ્રહો અવકાશમાં મોકલવાનો કીર્તિમાન સ્થાપ્યો હતો. access_time 10:15 am IST

  • સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતનું નામ બદલવામાં આવ્યું છે અને એમાં કેટલાક મોટા ફેરફારો પણ કરવામાં આવ્યા છે, આમ છતાં ગુજરાત, હરિયાણા સહિત 6 રાજ્યોમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, જેની સામે ફિલ્મના નિર્માતાઓ સુપ્રીમ કોર્ટના દ્વારે પહોચ્યા છે. સેન્સર બોર્ડે ફિલ્મ પાસ કરી હોવા છતાં રાજ્યોએ ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. access_time 3:01 pm IST

  • ગુજરાત અને ઈઝરાયલ વચ્ચે ઘણી સમાનતાઃ બાવળાઃ રાજયના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ સંબોધનમાં કહ્યું કે ગુજરાત અને ઈઝરાયલ વચ્ચે ઘણી સમાનતા છેઃ ઈઝરાયલ સાથે ઘણા ક્ષેત્રોમાં સારા સંબંધો access_time 3:58 pm IST