Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

ગળતેશ્વના પરબીયા ગામેથી ગુમ યુવાનની લાશ મહી કેનાલમાંથી મળી

ગળતેશ્વર:  તાલુકાના પરબિયા ગામે રહેતા વિજયભાઇ મનુભાઇ વાળંદ ગત તા.૧૨ ડિસેમ્બરના રોજ તેમના ઘરેથી નિકળ્યા હતા. દરમ્યાન વનોડા મહી કેનાલ પાસે પહોંચતા હાથપગ ધોવા માટે ઉતર્યા હતા. દરમ્યાન તેઓનો પગ લપસી જતા તેઓ મહી કેનાલના ધસમસતા પાણીમાં તણાઇ ગયા હતા. જેઓની શોધખોળ કરતા પહેલા બે દિવસ તેઓની કોઇ ભાળ મળી ન હતી. પરંતુ આજરોજ તેઓની લાસ કેનાલમાં તરતી જોવા મળતા તરવૈયાઓની મદદથી લાશ બહાર કાઢી પોલીસે તપાસ કરતા મરણ જનાર વિજયભાઇ મનુભાઇ વાળંદનાઓ હોવાનું ખુલવા પામ્યું હતુ. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

(6:32 pm IST)
  • બિનસચીવાલયની પરીક્ષા મામલે સીએમને સીટનો રીપોર્ટ સોંપવામાં વિલંબ થશેઃ સીટ દ્વારા તપાસ કરવાની બાકી હોવાથી વિલંબઃ સીટનો રીપોર્ટ સોંપવામાં થશે વિલંબ access_time 12:14 pm IST

  • ગુજરાતમાં સૌથી વધુ હિંદુ લોકોએ ધર્મ પરિવર્તનકરવા માટે અરજી કરી: રાજ્ય સરકારનો ખુલાસો : કુલ 1758 નાગરિકોએ ધર્મ પરિવર્તન કરવા માટે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી માંગી access_time 12:29 am IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજે લેવાયેલ એમએસઈ સેમેસ્ટર-૧માં મેથેમેટીકસ એલઝીબ્રા પેપરમાં પેપરસેટરે કોર્ષ બહારનું પૂછતા વિદ્યાર્થીનો હોબાળો : વિદ્યાર્થીઓનો આક્રમક મિજાજ પારખી પ્રશ્નપત્ર રદ્દ કરવાની ફરજ પડી access_time 5:55 pm IST