Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

ચોરડી જામવાડી નેશનલ હાઇવે બિસ્માર:ખાપીયાતોડ હાઇવે થી વાહનચાલકો ત્રાહીમામ

ટોલટેક્સ ઉઘરાવવામાં બાહુબલી ગણાતુ તંત્ર નિંભરતા દાખવી રહ્યુ હોય લોકોમા રોષ ફેલાયો ; સત્તાધીશો પણ મૌન હોય લોકોને પરેશાની

ગોંડલથી જેતપુર જતા નેશનલ હાઇવે પર જામવાડીથી ચોરડી સુધી નો હાઇવે અત્યંત બિસ્માર બન્યો હોય વાહનચાલકો પરેશાન બન્યા છે.હાઈવે ઓથોરિટી ને રજુઆતો કરવા છતા ટોલટેક્સ ઉઘરાવવા માં બાહુબલી ગણાતુ તંત્ર નિંભરતા દાખવી રહ્યુ હોય લોકો મા રોષ ફેલાયો છે.બીજી બાજુ વિકાસ ની વાતો કરતા સત્તાધીશો પણ મૌન હોય લોકો પરેશાની ભોગવી રહ્યા છે.

ગોંડલ થી પસાર થતો નેશનલ હાઇવે છેક રાજકોટ, પોરબંદર સોમનાથ વેરાવળ સહીત ના ટ્રાફિક થી દિવસ રાત ધમધમતો હોય છે.

ત્યારે જામવાડી થી ચોરડી સુધી હાઇવે પર ઠેરઠેર મોટા ગાબડા પડ્યા હોય વાહનો ના ખાપીયા તુટી રહ્યા છે.ઉપરાંત ગાબડાઓ ને કારણે છાસવારે અકસ્માતો સર્જાઇ રહ્યા છે.હાલ ખાડાઓ ને લઈ ને બે વાહનો ની એકસલ તુટી હોય આ વાહનો રોડ પર પડ્યા છે.ટુ વ્હીલર ચાલકો ને ગાબડાઓ મા પડવુ આખડવુ રોજીંદુ બન્યુ છે.ચોરડી નો વળાંક અકસ્માત જોન ગણાય છે.ખાડાઓ ને કારણે અહી અકસ્માત નુ પ્રમાણ વધ્યુ છે.

ગુજરાતનાં નેશનલ હાઇવે માર્ગો ટનાટન હોવા નો સરકાર દાવો કરી રહીછે ત્યારે મહત્વ નો ગણાતો ગોંડલ નો નેશનલ હાઇવે મગર ની પીઠ સમો બન્યો હોય વહેલી તકે તંત્ર ધ્યાન આપે તેવી લોકમાંગ પ્રબળ બની છે

(12:48 am IST)