Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

ગાંધીનગરમાં સંતો મહંતોની ધર્મ સભા સાથે મહાસંમેલન યોજાયું : રાજ્યના સંતો મહંતોના મંત્રીમંડળમાં ૨૧ પ્રાંતમાં ધર્માચાર્યો તરીકેની નીમણુંક પત્ર આપી નિયુક્તિ કરાઈ

ગાંધીનગર ખાતે સંતો મહંતોની વિશાળ હાજરી વચ્ચે ગુજરાત ગુરુ વંદના મંચના નેજા હેઠળ બ્રહમશી ધર્મ સભાનું પ્રથમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા રાજ્યના સંતો મહંતો ના મંત્રીમંડળ ની રચના કરવામાં આવી હતી.ગુજરાત રાજ્યના સંતો મહંતોના મંત્રીમંડળમાં ૨૧ પ્રાંત માં ધર્માચાર્યો તરીકેની નીમણુંક પત્ર આપીને નીમણુંક કરવામાં આવી હતી.૨૧ ધર્માચાર્યો ને પીઠાધીશ્વર પુજય સુર્યાચારીકા કીષ્નાનંદજી મહારાજે તેમજ ભારતી આશ્રમ જુનાગઢ ના મહામંડલેશ્વર ૧૦૦૮ હરીહરાનંદ બાપુ તેમજ ગૌરવશરણદાસજી મહારાજે  ધર્મ દંડ ના નીયમ મુજબ ધર્મ ધ્વજ ની શાક્ષીએ શપથગ્રહણ કરાવ્યા હતા.

 સોરાષ્ટ્ર પ્રાંતના  અલ્પેશ બાપુ (મોવીયા)ની ધર્માચાર્ય તરીકે નીમણુંક કરવામાં આવી હતી. તેમજ કચ્છમાંથી કબરાઉ ના કૃષ્ણાનંદબાપુ,  અમરેલી વીસ્તારમાંથી શાસ્ત્રી રાધે કૃષ્ણ બાપુ તેમજ સુરત માંથી લાલગેબી આશ્રમ ના હંસમુની મહારાજની, તેમજ યોગગુરુ પ્રદીપ મહારાજની,  પાલીતાણા માંથી ભારદ્વાજ ગીરી બાપુ ની નડીયાદમાં મુદીતાનંદજી મહારાજ ની,  બોટાદમાં જમરાળા ના જયદેવ બાપુ ની કેબીનેટ મંત્રીમંડળ માં નીમણુંક કરવામાં આવી હતી. ૧૮૨ વિધાનસભા મતવિસ્તાર વાઇઝ બ્રહમશી સદસ્ય સ્વરૂપે અનેક સંતો ની નીમણુંક ની સાથે સાથે રાષ્ટ્ર વંદના મંચ ના દરેક વિસ્તારમાં એક એક ધર્મ રક્ષકો ની પણ નીમણુંક કરવામાં આવી હતી.  રાષ્ટ્ર વંદના મંચ ના અધ્યક્ષ પુર્વ આઇ.પી.એસ ડી.જી. વણજારા એ જણાવ્યું હતું કે સનાતન ધર્મ ને પુનઃ સ્થાપિત કરવા માટે તેમજ ભારત દેશ ને હીન્દુ રાષ્ટ્ર ધોષીત કરવા માટે રાજસતાની સાથે ધર્મસતા હોવી જ જોઈએ. સમગ્ર કાર્યક્રમના આયોજન માં રાષ્ટ્ર વંદના મંચ ના સોરાષ્ટ્ર કચ્છ ના પ્રમુખ ગોપાલભાઇ ભુવા તથા અનેક કાર્યકર્તાઓ એ મહત્વનું યોગદાન આપ્યું હતું.

(12:42 am IST)