Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

વિપુલ ચૌધરીની ધરપકડ મામલે અમિત ચાવડાએ કહ્યું-ચૂંટણી પહેલા ભય અને ડર ઉભો કરવામાં આવી રહ્યો છે

ઇડી, આઈટી સહિતની એજન્સીઓનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે. ખોટા કેસ કરી ભય અને ડરની રાજનીતિ કરી રહ્યા છે

અમદાવાદ ;પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ થઈ છે ત્યારથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. હવે આ અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે. તેમણે રહ્યું કે, ભાજપ પાર્ટી ગોટાળા કરી ચૂંટણીમાં લાભ લેવાની કોશિશમાં લાગ્યું છે.  ભાજપ એ સમય યાદ કરે કે જ્યારે આખા ભારત દેશમાં એક કે બે સીટ મળતી હતી. આ વખતે પણ અનેક આંદોલનો ચાલી રહયા છે જેને કારણે પરિવર્તન નક્કી છે.

  વિપુલ ચૌધરીની ધરપકડ મામલે કહ્યું કે, ચૂંટણી પહેલા ભય અને ડર ઉભો કરવામાં આવી રહ્યો છે. ઇડી, આઈટી સહિતની એજન્સીઓનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે. ખોટા કેસ કરી ભય અને ડરની રાજનીતિ કરી રહ્યા છે.

કોંગ્રેસ પક્ષ દ્વારા વેરાવળ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ યોજાઈ હતી. જેમાં અમિત ચાવડાથી લઈને અનેક કોંગી નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસે આજે ચૂંટણીને લઈને અનેક જાહેરાતો પણ કરી હતી.

(12:34 am IST)