Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

સુરતના સચિન જીઆઈડીસીની અનુપમ રસાયણ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં આગની દુર્ઘટનામાં મૃત્યુઆંક 5 થયો

એન્જિનિયરિંગમાં ફરજ બજાવતા જયરાજસિંહ ઠાકોરનું સારવાર દરમિયાન મોત :ચાર બહેનનો એકનો એક લાડકવાયો ભાઈ ગુમાવતા પરિવાર અને સમગ્ર ગામમાં શોકનું મોજું

સુરતના સચિન જીઆઈડીસીની અનુપમ રસાયણ ફેક્ટરીમાં ગત શનિવારે રાત્રે બોઈલર બ્લાસ્ટ થતાં સમગ્ર ફેક્ટરીમાં આગ લાગી હતી.ઘટનામાં ફેક્ટરીમાં કામ કરતા અત્યાર સુધી 4 કર્મચારીઓના મૃત્યુ થયા હતા.અને અન્ય 20 જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા.જેથી તેમામને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.જેમાંથી સારવાર દરમિયાન વધુ એક કર્મચારીનું મોત નીપજ્યું છે અને દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક પાંચ ઉપર પહોંચી ગયો છે.સુરતના GIDCની અનુપમ રસાયણ ફેક્ટરીની આગ દુર્ઘટનામાં ગંભીર ઇજાગ્રસ્ત થયેલ વધુ એક કર્મચારી છેલા પાંચ દિવસથી મોત સામે લડી રહ્યો હતો આખરે તેણે દમ તોડી દીધો હતો.ફેક્ટરીમાં એન્જિનિયરિંગમાં ફરજ બજાવતા જયરાજસિંહ ઠાકોર દુર્ઘટનામાંમાં ગંભીર રીતે દાજીગયો હતો. જેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે સારવાર દરમિયાન તેનું મોત થયું છે.છેલ્લા પાંચ દિવસથી સુરતની ખાનગી હોસ્પિયલમાં સારવાર બાદ મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.એકના એક આશાસ્પદ યુવાનનું મોત થતાં પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.નવસારીના કોલાસના ગામનો યુવાન રહેવાસી હતો.અને પરિવારમાં ચાર બહેનનો એકનો એક લાડકવાયો ભાઈ ગુમાવતા પરિવાર અને સમગ્ર ગામ શોકમાં ફેરવાઈ ગયું હતુ..

(12:27 am IST)