Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

માંડલના કરસનપુરા ગામની સીમમાંથી ખેતરમાં છુપાયેલ 51 કિલો જેટલો ગાંજાનો જથ્થો ઝડપાયો

અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી

અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ માંડલના કરસનપુરા ગામની સીમમાંથી ખેતરમાં છુપાયેલ 51 કિલો જેટલો ગાંજાનો જથ્થો ઝડપી પાડયો છે અને લક્ષ્મણ સંગ સોલંકી નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ આ ગાંજાનો જથ્થો તેના ખેતરની ઓરડીમાં છુપાવ્યો હતો. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી આ ગાંજાનો જથ્થો ઓડિશાથી મંગાવ્યો હતો. કેટલાક સમય અગાઉ તે સુરત ગયો હતો. જ્યાં તેને ગાંજાની લત્ત લાગી ગઈ હતી અને સુરતમાં ઓડિશાના એક યુવક સાથે સંપર્ક થયો હતો. જેના મારફતે આરોપીએ આ ગાંજાનો જથ્થો ઓડિશાથી મંગાવ્યો હતો.

આરોપી અગાઉ પણ સરખેજમાં 21 કિલો ગાંજા સાથે પકડાયો હતો. જેમાં દોઢેક વર્ષ પહેલાં જ જેલમાંથી બહાર આવ્યો છે. જોકે, જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે ફરીથી માંડલની આસપાસના વિસ્તારમાં ગાંજાનું વેચાણ શરૂ કર્યું હતું. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને કોને-કોને ગાંજો આપ્યો હતો અને અત્યાર સુધીમાં કેટલી વખત ગાંજાનો જથ્થો મંગાવી ચૂક્યો છે, તે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

(12:06 am IST)