Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

કોંગ્રેસને ઝટકો :લીમખેડાના કોંગ્રેસના સિનિયર કાર્યકરો કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાયા

કોગ્રેસના પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખના પુત્ર સુરેશભાઈ ડામોરએ ભાજપનો ખેસ પહેર્યો ભાજપમા જોડાયા

અમદાવાદ :ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે એક પછી એક કોંગ્રેસનો કાર્યકરો કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યાં છે. ત્યારે લીમખેડાના કોંગ્રેસના સિનિયર કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ભગવો ધારણ કર્યો હતો.

કોગ્રેસના પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખના પુત્ર સુરેશભાઈ ડામોર ભાજપમા જોડાયા છે. પૂર્વ કેન્દ્રિય મંત્રી અને દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે ભાજપનો ખેસ પહેરાવી સુરેશભાઈ ડામોરને ભાજપમા પ્રવેશ કરાવ્યો હતો

(11:58 pm IST)