Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

ધંધુકા બગોદરા રોડ પર હરિપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત:એક જ પરિવારના બે બાળકો સહીત 5ના મોત

હરિપુરા પાટિયા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત : તમામ મૃતક ધંધુકા તાલુકાના ઝિઝર ગામના વતની

અમદાવાદ : રાજયમાં  રોડ અકસ્માતના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે . જેમાં પણ નેશનલ હાઈવે પર અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.જેમાં આજે અમદાવાદ  જિલ્લાના ધંધુકા બગોદરા રોડ પર હરિપુરા પાટિયા પાસે અકસ્માત થયો હતો. જેમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં પાંચ વ્યક્તિના મોત થયા છે. એક જ પરિવારના બે બાળક સહિત પાંચ વ્યકિતના મોત થયા છે. જેમાં તમામ મૃતક ધંધુકા તાલુકાના ઝિઝર ગામના વતની છે

(10:45 pm IST)