Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

સુરતમાં દારૂ ઘુસાડવાની અનોખી તરકીબ: એસઓજીએ નિષ્ફળ બનાવી : 2 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપ્યો

SOG પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડ કરી ટેમ્પો અને દારૂનો જથ્થો કબજે કર્યો

સુરતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેરો અને ખેપિયાઓ દ્વારા અવનવી તરકીબો અજમાવતી હોય છે. આવી જ એક તરકીબનો ઉપયોગ સુરતમાં દારૂ ઘુસાડવા માટે કરવામાં આવી રહ્યો હતો. જેમાં વેસ્ટ પ્લાસ્ટિક અને કચરાની હેરાફેરી કરતા આઇસર ટેમ્પોમાં કચરાની અંદર દારૂનો જથ્થો મૂકી સુરતમાં ઘુસાડવામાં આવતો હતો.પરંતુ સુરત એસઓજી પોલીસે ખેપીયાના આ મનસુબા પર પાણી ફેરવી નાખ્યું હતું

. સુરત એસઓજી પોલીસે દારૂના જથ્થા સાથે આઇસર ટેમ્પોને ઝડપી પાડયો હતો. આ પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી દારૂનો જથ્થો અને આઇસર કબજે કરી આગળની તાપસ હાથ ધરી છે. સુરત પોલીસની આંખમાં ધૂળ જોખી અને હાથ તાળી આપી ખેપીયાઓ મોટી માત્રામાં શહેરમાં દારૂ ઘુસાડવાનો નવો કીમિયો અપનાવી રહ્યા હતા.જો કે શહેરમાં તેના ગંતવ્ય સ્થાને આ જથ્થો પહોંચે તે પહેલા જ સુરત એસઓજી પોલીસે બુટલેગરનું આ રાજ ખૂલું પાડી દીધું હતું એસઓજી પોલીસના માણસોને બાતમી મળી હતી કે એક આઈશર ટેમ્પામાં કચરાની ગુણોની નીચે મોટા પાયે ઇંગ્લિશ દારૂનો જથ્થો સેલવાસ ખાતેથી મોકલવામાં આવેલ છે

   આ ટેમ્પો ONGCકોલોનીની દિવાલ પાસે મગદલ્લા પોલીસ લાઈન તરફ જવાના રોડ ઉપર આગમ પ્રિસ્ટેજ બિલ્ડીંગની સામે ઉભેલ છે. જે બાતમી આધરે તે જગ્યાએ તપાસ કરતા એક આયસર ટ્રક નં. DD-01-C 9498ને પક્ડી તેમાં બેસેલ ડ્રાઈવર સંજય રાજનારાયણ પાલ (ઉ.વ.25)ને ઝડપી પાડ્યો હતો.અને આઈશર ટેમ્પાની ઝડતી કરતા તેમાં ભરેલ પ્લાસ્ટીક-રબ્બરના કચરાની ગુણોની નીચેથી ગેરકાયદેસર ઇગ્લીશ દારૂની વ્હિસ્કી અને બીયરના ટીન બોટલો કુલ 2 લાખથી વધુની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો.જેથી SOG પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડ કરી ટેમ્પો અને દારૂનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી .

(10:08 pm IST)