Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

ભારે વરસાદથી ઉકાઇ ડેમની જળસપાટી 341.22 ફૂટે પહોંચી :ડેમના 14 દરવાજા 6 ફૂટ ખોલી દેવાયા

ડેમમાં 1 લાખ 74 હજાર ક્યુસેક પાણીની આવક :પંચાયત હસ્તકના 19 રસ્તા બંધ કરાયા

સુરત ;  દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં 1 લાખ 74 હજાર ક્યુસેક પાણીની આવક થતા 14 દરવાજા 6 ફૂટ ખોલી દેવાયા છે. ઉકાઇ ડેમની જળસપાટી 341.22 ફૂટે પહોંચી છે. ભારે વરસાદને પગલે પંચાયત હસ્તકના 19 રસ્તા બંધ કરાયા છે. જેમાં વ્યારાના 11, ડોલવણના 2 અને સોનગઢના 2 રસ્તા બંધ કરાયા છે.

(9:10 pm IST)