Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની શકયતા

તાપી, વલસાડ, સુરત સહિતના વિસ્તારોમાં વરસાદ પડશે: એક દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

અમદાવાદ :  હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની શકયતા છે. દક્ષિણ ગુજરાતના તાપી, વલસાડ, સુરત સહિતના વિસ્તારોમાં વરસાદ પડશે. જયારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે. વરસાદની આગાહીના પગલે એક દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.ઉલ્લેખનીય છે કે, ચોમાસું વિદાય નહીં લે તો નવરાત્રિમાં પણ વરસાદની પડવાની શકયતા છે

(9:07 pm IST)