Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

વલસાડમાં મેઘરાજાની ધુંવાધાર બેટીંગ :ઉમરગામમાં સાડા પાંચ ઈંચ વરસાદ : અનેક વિસ્તારો જળબંબોળ

રસ્તા પરથી જાણે નદીઓ વહી રહી હોય તેવા દૃશ્યો ; કપરાડા, ધરમપુર, વાપી, પારડી અને ઉમરગામ તાલુકામાં વરસાદ ભારે વરસાદ

સુરત :  દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમા વલસાડ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. જિલ્લાના કપરાડા, ધરમપુર, વાપી, પારડી અને ઉમરગામ તાલુકામાં વરસાદ ભારે વરસાદ પડ્યો છે. ઉમરગામમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. રોડ પર પણ પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તા પરથી જાણે નદીઓ વહી રહી હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે

(9:02 pm IST)