Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

રાજ્ય સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય :આંગણવાડી બહેનોનું વેતન વધારી 10 હજાર કરાયું;1800 આંગણવાડી અપગ્રેડ કરાશે

આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતનમાં રૂ,2200 વધારો કરાયો અને તેડાગર તેડાગર બહેનોના માનદવેતનમાં રૂ,1550ના વધારા સાથે કુલ 5500 રૂ, કરાયા

અમદાવાદ :  રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય કરાયો છે, આંગણવાડી બહેનોનું

 વેતન વધારી 10 હજાર કરાયું છે જયારે 1800 આંગણવાડી અપગ્રેડ કરાશે

મંત્રીની અધ્યક્ષતામાં મળે સમિતિની બેઠકમાં લેવાયેલ નિર્ણ્ય મુજબ આંગણવાડી કાર્યકર તેડાગરના માનદ વેતનમાં વધારો કરાયો છે

આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતનમાં રૂ,2200  વધારો કરાયો છે જયારે  તેડાગર બહેનોના માનદવેતનમાં રૂ,1550ના વધારા સાથે કુલ 5500 રૂ, કરાયા છે

વધુમાં કમિટીએ 1800 મીની આંગણવાડી કેન્દ્ર ને રેગ્યુલર આંગણવાડીમાં કન્વર્ટ કરવા નિર્ણય કર્યો છે

(8:39 pm IST)