Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને 6 મહિનાની જેલની સજા

2017માં યૂનિવર્સિટીનું નામ બદલવાને લઇને તોડફોડ કરવાના કેસમાં સજા ફટકારાઇ : મેટ્રો કોર્ટ નંબર 21 ઘી કાંટા કોર્ટે ચુકાદો આપ્યો

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને 6 મહિનાની જેલની સજા કરવામાં આવી છે. 2017માં યૂનિવર્સિટીનું નામ બદલવાને લઇને તોડફોડ કરવામાં આવી હતી જેમાં જિગ્નેશ મેવાણીને સજા ફટકારવામાં આવી છે. જિગ્નેશ મેવાણી, રાકેશ મહેરિયા, સુબોધ પરમાર સહિત અન્ય 15 લોકોએ યૂનિવર્સિટીમાં બની રહેલા ભવનને ડૉ. બાબા સાહેબ આંબેડકર નામ આપવા માટે આંદોલન થયુ હતુ જેમાં ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મેટ્રો કોર્ટ નંબર 21 ઘી કાંટા કોર્ટે ચુકાદો આપ્યો હતો.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. અમદાવાદ મેટ્રો કોર્ટે જિગ્નેશ મેવાણીને 6 મહિનાની જેલની સજા સંભળાવી છે. 2016માં રમખાણ ભડકાવવા અને ભીડ ભેગી કરવાના આરોપમાં દાખલ એક કેસમાં દોષી ગણાવતા કોર્ટે મેવાણી સહિત 19 લોકોને છ મહિનાની કેદની સજા સંભળાવી છે.

ગુજરાત યૂનિવર્સિટીનું નામ બદલવાને લઇને થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસાને લઇને કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં 20 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા જેમાં એકનું મોત થઇ ચુક્યુ છે. અમદાવાદ મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, સુબોધ પરમાર, રાકેશ મેહરિયા સહિત 19 લોકોને 6 મહિનાની જેલની સજા સંભળાવી છે.

કોર્ટે આ ઘટનામાં ત્રણ કેસમાં સજા સંભળાવી છે. પ્રથમ કેસમાં 6 મહિનાની જેલ, બીજા કેસમાં 500 રૂપિયા દંડ અને ત્રીજા કેસમાં 100 રૂપિયાના દંડની સજા સંભળાવવામાં આવી છે.

(7:46 pm IST)