Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં જવેલર્સના આઠ લાખના દાગીના લઇ કારીગર રફુચક્કર થઇ જતા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

અમદાવાદ: નવરંગપુરાના સ્વસ્તીક ચાર પાસે આવેલી સુર્વણ શિલ્પી જવેલર્સનું આઠ લાખનું સોનું લઈ બંગાળી કારીગર ફરાર થઈ ગયાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં બુધવારે નોંધાઈ છે. નવરંગપુરાની સ્મુ્રતીકુંજ સોસાયટીમાં જવેલર્સની દાગીના બનાવવાની ફેક્ટરીમાં બંગાળી કારીગરો કામ કરતા હતા. ચાર દિવસ અગાઉ એક કારીગર બપોરે કામ પર ના આવ્યાનું અને તેનો ફોન પણ ના લાગતો હોવાની માહિતી મેનેજરે આપી હતી. 

સ્વસ્તીક ચાર રસ્તા પાસેની જવેલર્સની ફેક્ટરીમાં બંગાળી કારીગરો દાગીના બનાવતા સેટેલાઈટના પ્રહલાદનગરમાં રિવેરા ૩૦માં રહેતાં અને સૂર્વણ શિલ્પી જવેલર્સના માલિક અલ્પેશ અરવિંદભાઈ સોની (ઉં,૪૪)એ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પશ્ચીમ બંગાળના શંતનુ હાતી રહે, લીબર્ટી ભગતના છાપરા, નવરંગપુરા  વિરૂદ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ ગત તા.૧૨મીના રોજ સવારે દાગીના બનાવવાનું કામ કરતો કારીગર શંતનુ હાતી ફેક્ટરીમાં આવ્યો ન હતો કે તેનો ફોન પણ લાગતા ન હતો. બનાવ અંગે શંતનુના ઘરે જઈને તપાસ કરતા મકાન પર લોક હતું. આથી, ફેક્ટરીમાં સોનું રાખવાની તેની પેટી ચેક કરતા તેમાંથી ૭૫.૫૩૦ ગ્રામ સોનું મળ્યું હતું. 

ફરિયાદીએ કમ્પ્યુટરમાં શંતનુને ગત તા.૨ થી ૯ના આઠ દિવસ દરમિયાન ૪૯૬.૦૧૦ ગ્રામ ૨૪ કેરેટનું સોનુ આપ્યું હતું. જેમાંથી શંતનુ ૧૭૨.૪૦૦ ગ્રામ ૨૨ કેરેટનું સોનું રૂ.૮.૩૨ લાખની મતાનું ચોરી કરી લઈ ગયો હતો. નવરંગપુરા પોલીસે અલ્પેશભાઈ સોનીની ફરિયાદ આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

(6:23 pm IST)