Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

વડોદરામાં કામધંધો ન કરતા યુવકે ઘરની મહિલાઓ પર અત્યાચાર ગુજારતા યુવક વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી

વડોદરા: શહેરમાં કામ ધંધો નહીં કરતા એક યુવકે તેના ઘરની મહિલાઓ પર અત્યાચાર ગુજારતા અભયમની ટીમે પોલીસની મદદથી યુવક સામે કાર્યવાહી હાથ ધરી છે.માણેજા વિસ્તારમાં બનેલા બનાવની વિગત એવી છે કે, માતા-પિતાથી અલગ રહેતો પરણિત પુત્ર ત્રણ મહિના પહેલા પિતાનું અવસાન થયા બાદ માતા અને બહેન સાથે રહેવા આવી ગયો હતો. પરંતુ તે કોઈ કામ ધંધો કરતો નહીં હોવાથી ઘરની મહિલાઓએ સમોસા ને કચોરી નો વ્યવસાય શરૂ કર્યો હતો.આમ છતાં યુવક માતા પત્ની તેમજ બહેન પર સતત જુલમ ગુજારતો હોઈ અને મારઝૂડ કરતો હોઈ પરિવારજનો કંટાળી ગયા હતા. આજે વહેલી સવારે આવી જ રીતે યુવકે મહિલાઓને માર મારી બચકા ભરી લેતા આખરે હવે અભયમની મદદ લેવામાં આવી હતી.અભયમની ટીમ આવી ત્યારે યુવક ઘરમાં પુરાઈ જતા આખરે પોલીસની મદદથી તેને ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી માટે તજવીજ કરાઈ હતી.

(6:22 pm IST)