Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

વડોદરાના ગોરવા વિસ્તારમાં ફ્લેટમાં ડ્રેસિંગ ટેબલમાં રાખેલ સોનાના બ્રેસલેટની ચોરી થતા જાણભેદુ હોવાની શંકા

વડોદરા:ગોરવા વિસ્તારમાં ફાતિમા રેસીડેન્સીના ફ્લેટમાં ડ્રેસીંગ ટેબલમાં રાખેલું રૂ. 1.80 લાખની કિંમતનું સોનાનું  બ્રેસલેટ કોઈ જાણભેદુ ચોરી નાસી છૂટતા ફરિયાદીએ કામવાળી બાઈ ઉપર શંકા ઉપજાવી છે. 

અંગેની વિગત એવી છે કે, ગોરવા વિસ્તારમાં આવેલ ફાતિમા રેસીડેન્સી ખાતે રહેતી અમરીન મેમણ વાસણા ભાયલી રોડ ખાતે બ્યુટી પાર્લર ચલાવે છે. તેમણે હાથમાં પહેરવાનું રૂ. 1.80 લાખની કિંમતનું ડાયમંડ વાળું સોનાનું બ્રેસલેટ ખરીદ્યું હતું. ઘરના ડ્રેસિંગ ટેબલમાં રાખેલું બ્રેસલેટ મળી ન આવતા તપાસ કરી હતી. ફરિયાદીએ ઘરકામ માટે આવતી રૂકસાર બેન ઉપર શંકાની સોય ઉપજાવી છે. ઉપરોક્ત ફરિયાદના આધારે ગોરવા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:22 pm IST)