Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

સુરતના સરથાણા વિસ્તારમાં જૈન સમાજના કાર્યક્ર્મમાંથી વૃદ્ધાની સોનાની ચેઇન ગૂમ થઇ જતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના સરસાણા કન્વેન્શન સેન્ટરમાં જૈન સમાજના સિધ્ધીતપના તપસ્વીઓના પારણા કાર્યક્રમમાં વૃધ્ધાની સોનાની 25 ગ્રામની ચેઇન ગુમ થઇ જતા ખટોદરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વિરૂધ્ધ ચોરીની ફરીયાદ નોંધાવામાં આવી છે.

અડાજણની ભુલકા ભવન સ્કૂલ નજીક અક્ષર જ્યોત સોસાયટીમાં રહેતા જયાબેન કીર્તિકુમાર શાહ (ઉ.વ. 70) ગત 2 સપ્ટેમ્બરે સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે સિધ્ધીતપના તપસ્વીઓના પારણા કાર્યક્રમમાં પતિ કીર્તિકુમાર જીવરાજભાઇ શાહ, પુત્ર હેંમત, પૌત્ર અભી સાથે ગયા હતા. પારણા કરવા આવનારની જમવાની વ્યવસ્થા ક્ન્વેન્શન સેન્ટરના ડોમમાં હોવાથી જયાબેન ભત્રીજા મહેન્દ્ર ચોટલીયા સાથે ત્યાં જમવા ગયા હતા. તે દરમિયાન જયાબેને ગળામાં પહેરેલી સોનાની 25 ગ્રામની ચેઇન કિંમત રૂ. 25 હજારની ગાયબ થઇ ગઇ હતી. જેથી આ અંગેની જાણ પરિવારના સભ્યોને કર્યા બાદ કાર્યક્રમની સાઉન્ડ સિસ્ટમ ઉપર જાહેરાત કરી શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ ચેઇન નહીં મળતા અજાણ્યા વિરૂધ્ધ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ગત રાતે ફરીયાદ નોંધાવી હતી.

(6:22 pm IST)