Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

ગાંધીનગર:જિલ્લામાં આંગણવાડીને પણ તસ્કરોએ બનાવી નિશાન:બે ગેસ સિલિન્ડર સહીત તેલના ડબ્બાની ચોરી થતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર :  સમગ્ર રાજ્યમાં હાલ વિવિધ કર્મચારીઓ આંદોલનના માર્ગે છે ત્યારે પડતર માંગણીઓ સંદર્ભે આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો પણ અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરી ગઇ છે જેના કારણે ઘણા દિવસોથી આ આંગણવાડીઓ બંધ જ રહેવા પામી છે જેના પગલે જિલ્લામાં વધતી ઘરફોડ ચોરીઓની સાથે ગાંધીનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી આંગણવાડીઓને પણ જાણે કે તસ્કરોએ નિશાન ઉપર લીધું હોય તેમ લાગી રહ્યું છે. બાળકોના આનંદ પ્રમોદ અને શિક્ષણ માટે બનેલી આ આંગણવાડીઓમાં નાસ્તો પણ આપવામાં આવતો હોય છે અને તે માટે રસોડું કાર્યરત રહેતું હોય છે પંરતુ તસ્કરો આ આંગણવાડીઓને નિશાન બનાવીને તેમાંથી ગેસ સિલેન્ડર, વાસણો ચોરી રહ્યા છે. અગાઉની ચોરીની ઘટનાઓ હજુ ઉકેલાઇ નથી. ત્યારે ઉવારસદની આંગણવાડીમાંથી બે ગેસ સીલેન્ડર અને તેલના ડબ્બાની ચોરીની ઘટના બનાવા પામી છે જે સંદર્ભે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

(6:22 pm IST)