Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

આજથી ચૂંટણી પંચ ગાંધીનગરમાં : રવિવારે રાજકોટ કલેકટર તમામ તૈયારીઓનો રીપોર્ટ આપશે

રાજકોટ તા. ૧૬ : આજથી ચૂંટણી પંચ ગાંધીનગર આવી રહ્યું છે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ગાજી રહી છે, દરેક કલેકટર તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ગુજરાતની વર્તમાન સ્‍થિતિ - સિક્‍યુરીટી ફોર્મ, ૧ થી ૨ તબક્કામાં ચૂંટણી સહિતની બાબતોનો ખ્‍યાલ મેળવવા આજથી ૩ દિવસ પંચ ગુજરાતમાં છે, સાધનોના કહેવા મુજબ ચૂંટણી કમિશનર નહિ પરંતુ ડે. કમિશનરો તથા અન્‍ય હાઇલેવલ અધિકારીઓ આવ્‍યા છે, આજે તેઓ ગાંધીનગર ખાતે રાજ્‍યના મુખ્‍ય સચિવ, ડીજી તથા અન્‍ય અધિકારીઓ સાથે બેઠક કરે તેવી શક્‍યતા છે.

કાલથી તેઓ બે દિવસ રાજ્‍યના કલેકટરો સાથે તૈયારીઓ અંગે મીટીંગ યોજશે, કાલે પંચે રાજ્‍યના ૧૭ જિલ્લા કલેકટરોને બોલાવ્‍યા છે, રવિવારે રાજકોટ સઞિત ૧૬ જિલ્લા કલેકટરો હાજર રહેશે, રાજકોટ કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુ મતદાર યાદી કાર્યક્રમ, ૨૨૫૩ બુથ, સ્‍ટાફ, ડેટા એન્‍ટ્રી, સંવેદનશીલ બુથો, અન્‍ય તૈયારીઓ, ઇવીએમ ચકાસણી સહિતનો રીપોર્ટ રજૂ કરશે.

(4:33 pm IST)