Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

ગાંધીનગર ખાતે બે દિવસીય દેશભરના ભાજપના મેયર-ડે.મેયરની કોન્‍ફરન્‍સ : ૧૨૬ મહાનગરો જોડાશે

ભાજપના રાષ્‍ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાની ઉપસ્‍થિતિમાં :તા.ર૦-૨૧ સપ્‍ટેમ્‍બરના આયોજનઃ વિવિધ મુદ્દે ચર્ચા-વિચારણા કરાશેઃ ડો.પ્રદીપ ડવ-ડો.દર્શનાબેન શાહ શહેરની વિકાસગાથા રજુ કરશે

રાજકોટ, તા., ૧૬: ગુજરાતને નેશનલ  ગેમ્‍સ-ર૦રરનું યજમાન પદ મળ્‍યા બાદ વધુ એક મોટી કોન્‍ફરન્‍સ આગામી તા.ર૦-ર૧ સપ્‍ટેમ્‍બરના રોજ ગાંધીનગર ખાતે મળનાર છે. જેમાં દેશભરના ભાજપ શાસીત શહેરોના મેયર અને ડેપ્‍યુટી મેયર હાજર રહેનાર છે. આ કોન્‍ફરન્‍સના અધ્‍યક્ષસ્‍થાને ભાજપના રાષ્‍ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાજી ઉપસ્‍થિત રહેશે.

દેશભરના ૧ર૬ મહાનગરોના મેયર તથા ડે.મેયરોને ગુજરાતના લેન્‍ડમાર્ક પ્રોજકટો અંગે કોન્‍ફરન્‍સમાં માહીતી આપવામાં આવશે. આ કોન્‍ફરન્‍સમાં રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવ તથા ડે. મેયર ડો.દર્શીતાબેન શાહ ભાગ લેનાર છે. અને વિવિધ ચર્ચા તથા સત્રોમાં ભાગ લઇ વિચાર વિમર્શ કરી શહેરના વિકાસ અંગે પણ અન્‍ય શહેરોના મેયરો તથા ડે. મેયરોને માહીતગાર કરશે.

ગાંધીનગર ખાતે યોજાનારી કોન્‍ફરનસમાં માર્ગદર્શન આપશે. ઉપરાંત દેશભરના ૧ર૬ મહાનગરોના મેયરો તથા ડે. મેયરોને અમદાવાદ ખાતે હાલમાં જ નરેન્‍દ્રભાઇએ ખુલ્લો મુકેલ અટલ બ્રીજ તથા રિવરફ્રન્‍ટની પણ મુલાકાત કરાવવામાં આવશે.

(4:25 pm IST)