Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

ગાંધીનગરમાં આંદોલનોથી માહોલ ગરમ : ધારાસભ્‍યો - મંત્રીઓની ઘેરાવની તૈયારી

આવતા બુધ - ગુરૂવારે વિધાનસભા સત્ર વખતે સરકારની કસોટી

(અશ્વિન વ્‍યાસ) ગાંધીનગર તા. ૧૬ : દિવસેને દિવસે રાજ્‍યના પાટનગર ગાંધીનગરમાં સચિવાલય - વિધાનસભા આસપાસ આંદોલનકારીઓ પોતાની માંગણીઓ લઇ સત્‍યાગ્રહ કરી રહ્યા છે તેમજ સૂત્રોચ્‍ચાર કરી રહ્યા છે.

આગામી તા. ૨૧મીના રોજથી બે દિવસ માટે વિધાનસભાનું બે દિવસીય સત્ર મળી રહ્યું છે. આંદોલનકારીઓ પોતાની માંગણી માટે અડગ છે. ઉપરાંત સત્ર દરમિયાન મંત્રીશ્રીઓ - ધારાસભ્‍યોને ઘેરાવ કરે તેવા નિર્દેશો મળી રહ્યા છે.

આરોગ્‍ય કર્મચારીઓ સમગ્ર ગુજરાતમાંથી આવ્‍યા છે અને તેમની મુખ્‍ય માંગણી ગ્રેડ પેની છે. બીજી તરફ કિશાન સંઘ પણ ખૂબ જ મક્કમતાથી ખેડૂતોની માંગણીઓ લઇ ઉગ્ર આંદોલનના મૂડમાં છે. આ બંને સંગઠનો બાદ આંગણવાડીની આશા વર્કરો પણ લડાયક મૂડમાં છે.

(4:22 pm IST)