Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

ગુજરાત હાઇકોર્ટે નેશનલ ગેમ્‍સમાં રમવાનો મંજુ મલિકનો માર્ગ કર્યો મોકળો

આરપીએફની કર્મચારી મંજુને સીલેકટ કરવાની ગુજરાત જુડો એસીસીએશને ના પાડી હતી

અમદાવાદઃ જુડો પ્‍લેયર મંજુ મલિકનો ૨૦૨૨ની નેશનલ ગેમ્‍સમાં ગુજરાતનું પ્રતિનિધીત્‍વ કરવાનો માર્ગ હાઇકોર્ટે મોકળો કરી આપ્‍યો છે. ગુરૂવારે જસ્‍ટીસ નિર્ઝર દેસાઇએ ગુજરાત જુડો એસોસીએશનને ગુજરાત તરફથી તેનુ નામ મોકલવા બાબતે ફેર વિચારણા કરવાનો આદેશ આપ્‍યો છે.

૩૫ વર્ષની મલિક આ પહેલા ૩૮ કિલોગ્રામ કેટેગરીમાં ઘણીવાર ભાગ લઇ ચૂકી છે. પહેલી સપ્‍ટેમ્‍બરે તેને એસોસીએશન તરફથી કહેવામાં આવ્‍યુ કે ૨૭ સપ્‍ટેમ્‍બરથી ૧૦ ઓકટોબર દરમ્‍યાન યોજાનાર નેશનલ ગેમ્‍સમાં તેનુ નામ ગુજરાત તરફથી ભાગ લેવા માટે નહીં મોકલાય એટલે તેને હાઇકોર્ટમાં જવુ પડયુ હતું.

એડવોકેટશ્રી હર્ષ રાવલ દ્વારા કરવામાં આવેલ તેની પીટીશનમાં એસોસીએશન દ્વારા તેના એમ્‍પ્‍લોયર રેલ્‍વે પ્રોટેકશન ફોર્સ દ્વારા ૮ ઓગષ્‍ટે મેળવાયેલ પરવાનગી રજૂ કરવામાં આવી હતી. પરવાનગી મળ્‍યા પછી તેણે નડીયાદ ખાતે પ્રેકટીસ ટ્રાયલમાં ભાગ લેવાનુ શરૂ કર્યુ હતુ. પછી તેને કહેવામાં આવ્‍યુ હતુ કે  ગુજરાત તરફથી પ્રતિનિધિત્‍વ માટે તેનુ નામ નહીં મોકલવામાં આવે કેમ કે ચંદીગઢ આર પી એફમાં તેના પોસ્‍ટીંગ પછી તે બે વર્ષથી ચંદીગઢમાં રહે છે એટલે તેણે ત્‍યાંથી ભાગ લેવો જોઇએ. આના માટે તેમણે એવી જોગવાઇનો સંદર્ભ આપ્‍યો હતો કે એથલેટલ કાં તો ડોમીસાઇલ સર્ટીફીકેટ રજૂ કરવુ પડે અથવા તો નેશનલ ગેમ્‍સ શરૂ થતાના ઓછામાં ઓછા છ મહિના પહેલાથી જે જગ્‍યાનું પ્રતિનિધીત્‍વ કરવાનુ હોય ત્‍યાં રહેતા હોવા જોઇએ.

અરજદારે કોર્ટને કહ્યું કે તે ગુજરાતમાં રહે છે અને ૨૦૦૯ થી તેનું કાયમી સરનામુે અમદાવાદનું છે અને તેણે ડોમીસાઇલ સર્ટીફીકેટ પણ આપેલુ છે.

હાઇકોર્ટે જયારે ઇન્‍ડિયન ઓલીમ્‍પીક એસોસીએશનને રીજેકશનનું કારણ પુછયુ તો તેમણે કોર્ટને જણાવ્‍યુ કે એસોસીએશનને રીજેકશનનું કારણ પુછયુ તો તેમણે કોર્ટને જણાવ્‍યું કે એસોસીએશનને કવોલીફાઇડ ક્રાઇટેરીયા સાથે જ મતલબ છે અને મલિક નેશનલ લેવલની પ્‍લેયર હોવાથી ટુર્નામેન્‍ટમાં ભાગ લેવા માટે યોગ્‍યતા ધરાવે છે. તો ગુજરાતે એસોસીએશને તેનુ નામ રીજેકટ કરવાના કારણોમાં કહ્યું કે તે પોતાના ડોકયુમેન્‍ટસ સબમીટ કરવામાં મોડી પડી હતી. મલિકના વકીલે કહ્યું કે ૨૦૧૮ના ખેલ મહાકુંભમાં મલીક પ્રથમ નંબરે હતી. તે ઓલ ગુજરાત સ્‍ટેટ વીમેન્‍સ જયુડો ચેમ્‍પીયનશીપમાં પણ પ્રથમ આવી હતી. વેસ્‍ટ ઝોન જુડો ટુર્નામેન્‍ટમાં ગુરૂવારે તેણે બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યા છે.

(4:09 pm IST)