Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

સુરતમાં 'અમદાવાદવાળી': પાંડેસરા વિસ્તારમાં લિફટમાંથી પગ લપસતાં ૨ મજૂરના મોત

તિરૂપતી સર્કલ પાસે પ્લેટિનમ કોમ્પલેક્ષમાં દુર્ઘટના સર્જાઇ

રાજકોટ તા. ૧૬ : અમદાવાદ પછી હવે સુરતમાં પણ પાંડેસરા વિસ્તારમાં લિફ્ટ તૂટતા ૨ લોકોના મોત થયા છે. અમદાવાદ પછી સુરતમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં દૂર્ઘટના સર્જાઇ હતી. તિરૂપતિ સર્કલ પાસે પ્લેટિનમ કોમ્પલેકસની લિફ્ટ તૂટતા બે લોકોના મોત થયા છે. પોલીસની -ાથમિક તપાસમાં જાણવા મળ્યા અનુસાર લિફ્ટ રિપેરિંગની કામગીરી દરમિયાન પગ લપસતા બે શ્રમિકના મોત થયા હતા. એક મજૂરનો પગ લપસતા તેને બચાવવા જતા અન્ય એક યુવક પણ લપસી પડ્યો હતો અને બન્નેના મોત થયા હતા. નિલેશ પાટીલ અને આકાશ બોરસે નામના શ્રમિકનું મોત થયુ હતુ.
ગુજરાત યૂનિવર્સિટી પાસે એસ્પાયર-ટુ નામની બિલ્ડિંગમાં કોમર્શીયલ બાંધકામનો સેન્ટીંગનો ભાગ તૂટી પડતા સાત લોકોના મોત થયા હતા. જ્યારે એક મજૂર ઘાયલ થયો હતો. ગુજરાત યૂનિવર્સિટી વિસ્તારમાં એસ્પાયર-૨ નામની બાંધકામ સાઇટ પર ૧૩માં માળેથી માંચડો તૂટી પડતા ૮ મજૂર નીચે પટકાયા હતા જેમાંથી સાત લોકોના મોત થયા હતા જ્યારે પંકજ ખરાડી નામના મજૂરને ગંભીર ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.
વડોદરામાં ગોત્રી હોસ્પિટલમાં દર્દીઓ તેમજ સબંધીઓને લઇને જતી લિફ્ટ અધવચ્ચે જ ખોટકાઇ જતા ત્રણ દર્દી સહિત ૧૭ વ્યકિત અડધો કલાક સુધી લિફ્ટમાં પુરાયેલા રહ્યા હતા. લિફ્ટમાં ફસાયેલા લોકોમાંથી એક વ્યકિતએ ફાયર બ્રિગેડને ફોન કરતા વહેલી સહાય મળતા કોઇ અનિચ્છનીય બનાવ બન્યો નહતો.

 

(3:59 pm IST)