Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

બેંક ઓફ બરોડાને રાજભાષા કિર્તી એવોર્ડ

રાજકોટ : રાષ્‍ટ્રીયકૃત બેંક ઓફ બરોડાને ભારત સરકારની રાજભાષા કિર્તી પુરસ્‍કાર યોજના અંતર્ગત કેન્‍દ્રના સહકાર મંત્રીશ્રી અમીતભાઇ શાહના હસ્‍તે વર્ષ ર૦ર૧-રર અંતર્ગત રાજભાષા કિર્તી એવોર્ડ અર્પણ કરવામાં આવ્‍યો હોત. આ ઉપરાંત ‘ખ' ભાષીક ક્ષેત્રે અંતર્ગત દ્વિતીય પુરસ્‍કાર પણ એનાયત થયો હતો. સુરત ખાતે યોજાયેલ હિન્‍દી દિવસ સમારોહમાં ઉપરોકત એવોર્ડ અર્પણ કરવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે કેન્‍દ્રીય મંત્રી અમિતભાઇ શાહ, મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી, કેન્‍દ્રીય ગૃહ રાજય મંત્રી નિત્‍યાનંદ રાય, અજયકુમાર મીશ્રા, બેંક ઓફ બરોડાના કાર્યપાલક નિર્દેષક, અજય ખુરાના, દિનેશ પંથ વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. હિન્‍દી દિવસ અંતર્ગત ઇન્‍ટરનેટ બેન્‍કીંગ, વ્‍હોટસ એપ બેન્‍કીંગ સેવા ‘બોમ્‍બવર્લ્‍ડ' ના માધ્‍યમથી શરૂ કરવામાં આવી હતી.

(3:55 pm IST)