Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની અસર 'ચા'ના ઉત્પાદન પર : ભાવ વધારો અનિવાર્ય

ટી ડીલર્સ એસોસીએશને જાહેર કર્યા ભૌગોલિક કારણો

(કેતન ખત્રી) અમદાવાદ,તા. ૧૬ : વેસ્ટર્ન ઇન્ડિયા ટી ડીલર્સ એસોસિએશન (WITDA) દ્વારા હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તેર ચાલી રહેલા ભૌગોલિક અને રાજકીય મુદ્દાઓ, ભારતમાં ચાનો પાક, તથા સારી ગુણવતા વાળી ચા ના વધી રહેલા ભાવો વિશે મૂલ્યાંકન કરવામાં આવ્યુ છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવ વધારાની સીધી અસર ટ્રાન્સપોર્ટેશનના ભાવો ઉપર થવાની તેની અસર દરેક વેપાર-ધંધા તથા સામાન્ય માણસને થઇ છે.
ડોલર રૂપિયાના એકસચેન્જ ભાવોમાં પણ ૧૦ થી ૧૫ ટકાનો વધારો થવાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસકારો વધુ ઉંચા ભાવે ચાની ખરીદી કરી રહ્યા છે. ઉપરાંત, શ્રીલંકાની આર્થિક પરિસ્થિતીને કારણે ત્યાંની ચાનું ઉત્પાદન ૧૫ થી ૨૦ ટકા જેટલુ ઓછું થયુ છે. જેના કારણે ભારતમાં ઉત્પાદન થતી તે પ્રકારની ચાનો ગયા વર્ષની તુલનામાં ૩૦ થી ૩૫ ટકા ભાવ વધારો થયેલ છે. તેના પરિણામ સ્વરૂપે તે પ્રકારની ચાનો ભારતમાં ઉત્પાદન તથા નિકાસમાં વધારો થયો છે. આ પરિસ્થિતીના કારણે ચાના વેપારીઓએ ખરીદીની સ્પર્ધામા ઉત્તમ કોવોલિટીની ચા ઉંચા ભાવે ખરીદવી પડે છે, બીજી તરફ કલાઇમેટ ચેન્જના કારણે સરેરાશ ચાનો પાક પણ ઓછો નોંધાયેલ છે જેના કારણે સારી ગુણવતાવાળી ચા ખૂબ જ મોંઘી થયેલ છે. રિટેલ ભાવ વધારો કરવો અનિવાર્ય થઇ ગયેલ છે.

 

(3:53 pm IST)