Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

કંદર્પ ડીજી સ્માર્ટ બીપીઓ લિ. રૂા.૮.૧૦ કરોડના આઈપીઓ સાથે માર્કેટમાં પ્રવેશ કરશે

અમદાવાદઃ કંદર્પ ડિજી સ્માર્ટ બીપીઓ લિમિટેડ, સપોર્ટ સર્વિસ સોલ્યુશન્સના ક્ષેત્રમાં વિશેષતા ધરાવતી બીપીઓ સેવાઓ પ્રદાન કરતી કંપની, ૨૭,૦૦,૦૦૦ શેર માટે તેનો આઈપીઓ લાવે છે જે કુલ રૂ. ૮.૧૦ કરોડ નો છે. ઇશ્યૂ ૧૬મી સપ્ટેમ્બરે ખુલશે અને ૨૦મી સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ બંધ થશે. તે પછીથી એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થશે.૨૭,૦૦,૦૦૦ શેર માટે પ્રારંભિક પબ્લિક ઇશ્યૂ રૂ. ૩૦ પ્રતિ ઇકિવટી શેર હશે, જેમાં શેર દીઠ રૂ. ૨૦ના પ્રીમિયમનો સમાવેશ થાય છે અને શેર દીઠ રૂ. ૧૦ ની ફેસ વેલ્યુ હશે, જે કુલ રૂ. ૮.૧૦ કરોડ છે.આઈપીઓમાંથી ઉભી કરેલી રકમનો ઉપયોગ કંપની તેની  કાર્યકારી મૂડીની જરૂરિયાત પૂરી કરવા, સામાન્ય કોર્પોરેટ હેતુ અને  ઈશ્યુ ખર્ચને પહોંચી વળવા માટે કરશે.કંદર્પ ડિજી સ્માર્ટ બીપીઓ લિમિટેડ સપોર્ટ સર્વિસ સોલ્યુશન્સના ક્ષેત્રમાં વિશેષતા ધરાવતી BPO સેવાઓમાં રોકાયેલ છે.
કંપની કોલ સેન્ટર, કોન્ટેકટ પોઈન્ટ વેરીફીકેશન, સાઈટ વિઝીટ, ડોક્યુમેન્ટ ચેક/પિકઅપ, ઈ-કેવાયસી, સ્કીપ ટ્રેસીંગ, એમ્પ્લોઈ બેક ચેક, સ્ટાફીંગ સોલ્યુશન્સ, પેરોલ મેનેજમેન્ટ, પેમેન્ટ કલેકશન (સોફ્ટ), એએમસી બુકિંગ સેવાઓ જેવી વિશાળ શ્રેણીની સપોર્ટ સેવાઓ તેના ગ્રાહકોને પૂરી પાડે છે અને ગ્રાહકોને અંતિમ ઉકેલો પ્રદાન કરવામાં નિષ્ણાંત છે.

 

(3:52 pm IST)